આપઘાત@સુરેન્દ્રનગર: અતિવૃષ્ટીને કારણે એક જ ગામના બીજા ખેડૂતે જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઇ રહ્યો છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે બીજા એક ખેડૂતે આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 25 વર્ષિય જવાનજોધ
 
આપઘાત@સુરેન્દ્રનગર: અતિવૃષ્ટીને કારણે એક જ ગામના બીજા ખેડૂતે જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઇ રહ્યો છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે બીજા એક ખેડૂતે આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 25 વર્ષિય જવાનજોધ ખેડૂતે 10 વિઘાનો પાક નિષ્ફળ જતા ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામના રહેવાસી 25 વર્ષિય ચંદુભાઈ હેમંતભાઈ ખમાણીએ 10 વિઘા જમીનમાં તલના પાકનું વાવેતર કર્યું હતું, જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખુબ વધારે વરસાદ થવાથી પાક નિષ્ફળ ગયો, આ ખેડૂતે જેમ-તેમ પૈસા ભેગા કરી જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણમાં આવી ગયો, અને ખેતરમાં તઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, માત્ર ચાર દિવસમાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં જ આ બીજા ખેડૂતે આપઘાત કરી લીધો છે. એક જ ગામના બે ખેડૂતએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, અને તંત્ર પણ હચમચી ગયું છે. આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે જવાનજોધ દીકરો ગુમાવી દેતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.