આપઘાત@વલસાડ: શિક્ષક દંપતીની પુત્રીએ ધાબા પરથી કૂદીને જીવન ટુંકાવ્યું, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વલસાડ જિલ્લાના પારડી શહેરના અરિહંત ટાઉનશીપમાં ટેરેસ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. શિક્ષક દંપતીની પુત્રીએ બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદકો લગાવી જીવનનો અંત આણતા ટાઉનશિપમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ પુત્રીના આપઘાતથી પરિવારજનો સહિતના ઘેરા
 
આપઘાત@વલસાડ: શિક્ષક દંપતીની પુત્રીએ ધાબા પરથી કૂદીને જીવન ટુંકાવ્યું, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ જિલ્લાના પારડી શહેરના અરિહંત ટાઉનશીપમાં ટેરેસ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. શિક્ષક દંપતીની પુત્રીએ બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદકો લગાવી જીવનનો અંત આણતા ટાઉનશિપમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ પુત્રીના આપઘાતથી પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડના પારડી સ્ટેટ બેંકની ગલીમાં આવેલી અરિહંત ટાઉનશિપમાં સી બિલ્ડીંગ આવેલી છે. ચાર માળની આ બિલ્ડિંગના 202 નંબરના ફ્લેટમાં રહેતા ધર્મેશ ભાઈ નારણભાઈ પટેલ કોપરલી ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે..આ શિક્ષક દંપતીની પૂજા અને રિદ્ધિ એમ બે પુત્રીઓ છે. જેમાંથી રિદ્ધિ નામની 17 વર્ષીય પુત્રી આજે ઘરના સભ્યોને બિલ્ડિંગના ટેરેસ પર ચાલવા જાઉં છું તેવું બહાનું બતાવી અને ઘરેથી નીકળી હતી. તેના થોડા જ સમય બાદ બિલ્ડિંગના નીચેથી બૂમાબૂમનો અવાજ સંભળાતા શિક્ષક દંપતી પણ નીચે ઉતર્યા હતા. જ્યાં તેમની દીકરીએ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યુ હતુ.

આપઘાત@વલસાડ: શિક્ષક દંપતીની પુત્રીએ ધાબા પરથી કૂદીને જીવન ટુંકાવ્યું, પરીજનો શોકમગ્ન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ શિક્ષક દંપતીની 17 વર્ષીય વહાલી દીકરી રિદ્ધિ એ બિલ્ડિંગના ટેરેસ પરથી નીચે મોતનો કૂદકો લગાવી દીધો હતો. બિલ્ડીંગના ટેરેસ પર ચપ્પલ અને ચશમા મૂકીને તેને કૂદકો લગાવી દીધો હતો. આથી તાત્કાલિક તેને પારડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ રિદ્ધિને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલ યુવતી સ્ત્રી સહજ બીમારીથી પીડાતી હતી. આથી બીમારીથી કંટાળી અને તેને આ અંતિમ પગલું ભર્યું હોય તેવું મનાઇ રહ્યું છે. જોકે પોલીસે મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.