સુઇગામ: બોલેરોમાંથી વિદેશી દારૂ સહિત રૂ. 3.70 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદના માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે એ.આર.ચૌધરી પો.સ.ઇ. સુઇગામને મળેલ બાતમી હકીકત આધારે પોસ્ટેના પો.કો. નરસીભાઈ, પો.કો.રવજીભાઈ, પો.કો. ત્રિકમભાઈને સાથે રાખી સુઇગામ વાવ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી હતી. આ
 
સુઇગામ: બોલેરોમાંથી વિદેશી દારૂ સહિત રૂ. 3.70 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદના માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે એ.આર.ચૌધરી પો.સ.ઇ. સુઇગામને મળેલ બાતમી હકીકત આધારે પોસ્ટેના પો.કો. નરસીભાઈ, પો.કો.રવજીભાઈ, પો.કો. ત્રિકમભાઈને સાથે રાખી સુઇગામ વાવ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી હતી.

સુઇગામ: બોલેરોમાંથી વિદેશી દારૂ સહિત રૂ. 3.70 લાખનો મુદ્દામાલ ઝડપાયો

આ દરમ્યાત બોલેરો ગાડી નં.GJ-12-BF-4789 માં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની ક્રેઝી રોમીયો વ્હિસ્કી ની કુલ 15 પેટી તથા છૂટી બોટલો મળી આવી હતી. ભારતીય બનાવટના વિદેશીદારુની બોટલ નંગ ૬૯૫, કુલ કિંમત 69,500નો તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિ. રૂ. 3,70,000 મુદ્દામાલ મળી આવેલ હોય આરોપી હરજીભાઇ કુંભાભાઇ રાજપુત રહે.નાળોદર તા.વાવ વાળો પકડાઈ જઇ તથા સુજાભાઇ રામજીભાઇ પઢીયાર(રાજપુત) રહે.રાછેણા તા.વાવ ભાગી ગયેલ હોય તેઓની વિરુદ્ધ સુઈગામ પોસ્ટે પ્રોહી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.