સુઈગામ: BSF દ્વારા નડાબેટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

અટલ સમાચાર,સુઈગામ ( દસરથ ઠાકોર) કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નડાબેટ સ્થિત બી.એસ.એફ બી.ઓ.પી ખાતે 63 બટાલિયન બી.એસ.એફ તરફથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 અધિકારી સહિત 46 બી.એસ.એફ જવાનોએ રક્તદાન કર્યું હતું દેશની સેવા માટે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં સરહદ પર હંમેશા તૈનાત રહેતા બી.એસ.એફ દ્વારા દેશસેવા સાથે સાથે લોકોપયોગી મેડિકલ કેમ્પ,શાળાઓમાં
 
સુઈગામ: BSF દ્વારા નડાબેટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

અટલ સમાચાર,સુઈગામ ( દસરથ ઠાકોર)

કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નડાબેટ સ્થિત બી.એસ.એફ બી.ઓ.પી ખાતે 63 બટાલિયન બી.એસ.એફ તરફથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 અધિકારી સહિત 46 બી.એસ.એફ જવાનોએ રક્તદાન કર્યું હતું

દેશની સેવા માટે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં સરહદ પર હંમેશા તૈનાત રહેતા બી.એસ.એફ દ્વારા દેશસેવા સાથે સાથે લોકોપયોગી મેડિકલ કેમ્પ,શાળાઓમાં જરૂરી કીટ, કેમલસફારી ,રક્તદાન કેમ્પ,સહિતનાં સમાજસેવાના કાર્યો પણ કરવામાં આવી રહ્યાં છે. સરહદી સુઇગામ થી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલ નડાબેટ બી.ઓ.પી.ખાતે ગુરુવારે 63 બટાલિયન બી.એસ.એફ દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું.

રકતદાન કેમ્પમાં 1 બી.એસ.એફ અધિકારી સહિત 46 જવાનોએ રક્તદાન માં ભાગ લીધો હતો. ઉપરાંત કારગિલ યુદ્ધની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. જેમાં પાલનપુર સરકારી હોસ્પિટલના ડો.મનોજ જૈન,ડો.કિશન સહિત અન્ય 9 આરોગ્ય કર્મચારીઓએ રક્તદાનના કાર્યમાં ફરજ બજાવી હતી. આ પ્રસંગે 63 બટાલિયન બી.એસ.એફ ના આસી.કમાંડેન્ટ પારસરામ,અને એ.સી.સંતોષકુમાર હાજર રહી જવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ.