સુઈગામ: નર્મદા કેનાલ નજીક બનતી ગટરલાઇનની ગુણવત્તા સામે સવાલો

અટલ સમાચાર, સુઈગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની કેનાલના કામોમાં ગેરરીતિની રજૂઆત વચ્ચે ફરી એકવાર માહોલ ગરમાયો છે. રૂની બ્રાન્ચ કેનાલ ઉપર ગટર લાઇન બની રહી છે. જેમાં કોન્ટ્રાકટર અને નર્મદાના સત્તાધીશો વચ્ચે આંતરિક સમજૂતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. સુઈગામ નજીકની નર્મદા કેનાલને અડીને ગટરલાઇનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ગુણવત્તાને સ્થાનિકો સવાલો ઉભા
 
સુઈગામ: નર્મદા કેનાલ નજીક બનતી ગટરલાઇનની ગુણવત્તા સામે સવાલો

અટલ સમાચાર, સુઈગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની કેનાલના કામોમાં ગેરરીતિની રજૂઆત વચ્ચે ફરી એકવાર માહોલ ગરમાયો છે. રૂની બ્રાન્ચ કેનાલ ઉપર ગટર લાઇન બની રહી છે. જેમાં કોન્ટ્રાકટર અને નર્મદાના સત્તાધીશો વચ્ચે આંતરિક સમજૂતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

સુઈગામ નજીકની નર્મદા કેનાલને અડીને ગટરલાઇનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ગુણવત્તાને સ્થાનિકો સવાલો ઉભા કરી રહ્યા છે. આ સાથે નબળી કામગીરીથી કેનાલમાં ગાબડું પડવાની સ્થિતિમાં ગટરલાઇનની સંભાવના સામે ખેડૂતો નારાજ બની રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરહદી વિસ્તારમાં ખેડૂતો અને તંત્ર વચ્ચે મામલો ગરમાયો છે.