સુઈગામ: ભરડવા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે અે.આર.ચૌધરી પો.સ.ઇ. સુઇગામને મળેલ બાતમી હકીકત આધારે પોસ્ટેના હે.કો.તગજીભાઈ,પો.કો. બબાભાઈ તથા માદેવભાઈને સાથે રાખી ભરડવા ગામની સીમમાં કબ્જા ભોગવટાના ખેતરમાં ભારતીય
 
સુઈગામ: ભરડવા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ  વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે અે.આર.ચૌધરી પો.સ.ઇ. સુઇગામને મળેલ બાતમી હકીકત આધારે પોસ્ટેના  હે.કો.તગજીભાઈ,પો.કો. બબાભાઈ તથા માદેવભાઈને સાથે રાખી ભરડવા ગામની સીમમાં કબ્જા ભોગવટાના ખેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની  ક્રેઝી રોમીયો વ્હિસ્કી ની કુલ ૦૯ પેટી , બોટલ નંગ-૪૩૨ કિ.રૂ. ૪૩,૨૦૦ નો  તથા છુટી બોટલ નંગ-૧૩૦ કિંમત રુ- ૧૩,૦૦૦ એમ કુલ ભારતીય બનાવટના વિદેશીદારુની બોટલ નંગ ૫૬૨, કુલ કિંમત ૫૬,૨૦૦ નો મુદામાલ  મળી આવેલ હોય તથા આરોપી ઈશ્વરભાઈ ગણેશભાઈ રાજપૂત રેઈડ દરમિયાન ભાગી ગયેલ હોય તેની  વિરુદ્ધ સુઈગામ પોસ્ટે પ્રોહી એકટ  મુજબ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.