સુઇગામઃ જીંદગીની સદી ફટકારી ચુકેલ મનજીભાઈએ મતદાન કર્યું

અટલ સમાચાર, સુઇગામ સુઇગામના આવેલા સોનેથ ગામમાં 107 વર્ષના દાદાએ મતદાન કરતા લોકશાહી વધુ મજબુત બની હોવાનું સામે આવ્યું છે. ગામનાં લોકોએ દાદાને મતદાન કરતા જોઈ વિસ્મય સાથે રોમાચિંત બન્યા હતા. સમગ્ર ગુજરાતમાં મંગળવારે લોકસભા ચૂંટણીના મતદાન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સુઈગામા તાલુકાના સોનેથ ગામના નાઈ
 
સુઇગામઃ જીંદગીની સદી ફટકારી ચુકેલ મનજીભાઈએ મતદાન કર્યું

અટલ સમાચાર, સુઇગામ

સુઇગામના આવેલા સોનેથ ગામમાં 107 વર્ષના દાદાએ મતદાન કરતા લોકશાહી વધુ મજબુત બની હોવાનું સામે આવ્યું છે. ગામનાં લોકોએ દાદાને મતદાન કરતા જોઈ વિસ્મય સાથે રોમાચિંત બન્યા હતા.

સમગ્ર ગુજરાતમાં મંગળવારે લોકસભા ચૂંટણીના મતદાન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સુઈગામા તાલુકાના સોનેથ ગામના નાઈ મનજીભાઈ જદશીભાઈએ 107 વર્ષની ઉંમરે પણ મતદાન કર્યું હતું. 107 વર્ષના દાદા મતદાન કરવા આવતા મતદારોના ઉત્સાહમાં વધારો થયો હતો.