આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના હરસડ-બોરું ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકના ભડાકે બે નિલગાયો ની નિર્મમ હત્યા કરતાં ફાયરિંગનો અવાજ સાંભળી આજુ બાજુથી દોડી આવ્યા હતા. કેટલાક ખેડૂતોને જોઈ બાઇક પર આવેલા અજાણ્યા શિકારીઓ ભાગી ગયા હતા. મહાશિવરાત્રીના હિન્દુઓના પવિત્ર દિવસે નિર્દોષ નિલગાયોની હત્યા કરતા તત્વો વિરુદ્ધ જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી.

સુઇગામ તાલુકાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી નિર્દોષ પ્રાણીઓનો શિકાર થતો હોવાની પ્રવૃત્તિ ફૂલીફાલી છે. છતાં વનવિભાગ અને પોલીસ તંત્ર સાવ નિષ્ક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે,મહાશિવરાત્રીના હિન્દુઓના પવિત્ર દિવસે જ કોઈક અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકના ભડાકે બે નિર્દોષ નિલગાયોની નિર્મમ હત્યા કરી તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખતા જીવ દયા પ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. બપોરે બંદૂકના ભડાકાનો અવાજ સાંભળી આજુબાજુથી દોડી આવેલા ખેડૂતોને જોઈ અજાણ્યા શિકારીઓ બાઇક લઈ ભાગી ગયા હતા. આ અંગે હરસડના માલાભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર અહીં છેલ્લા કેટલાય સમયથી અજાણ્યા શિકારીઓ દ્વારા આવા નિર્દોષ નીલગાયનો શિકાર કરાતો હોવાનું જોવા મળે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code