સુરત: કોરોનાના બપોર સુધીમાં 170 કેસ નોંધાયા, કુલ 761ના મોત

અટલ સમાચાર, ડેસ્ક આજે સુરત શહેર અને જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 170 પોઝિટિવ દર્દી નોધાયા છે. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 81,846 નોંધાઇ છે. આજે બહાર આવેલા કોરોના સંક્રમિતની સંખ્યામાં મેયર ડો. જગદીશ પટેલ પણ કોરોથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામા આવ્યા
 
સુરત: કોરોનાના બપોર સુધીમાં 170 કેસ નોંધાયા, કુલ 761ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

આજે સુરત શહેર અને જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 170 પોઝિટિવ દર્દી નોધાયા છે. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 81,846 નોંધાઇ છે. આજે બહાર આવેલા કોરોના સંક્રમિતની સંખ્યામાં મેયર ડો. જગદીશ પટેલ પણ કોરોથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામા આવ્યા છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં રાત્રી કરફ્યૂ સાથે કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે મનપા અને પોલીસ ટીમ સતત દોડી રહી છે. માસ્ક નહી પહેરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસની ચેઇન તોડવા માટે ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વિતેલા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોના વાયરસના 217 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વિતેલા 16 કલાકમાં નવા 116 કોરોના પોઝિટિવ દર્દી નોધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 30702 નોંધાઈ છે. ગઇ કાલે 1 કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 761 થયો છે. જ્યારે કુલ પોઝિટિવ દર્દી પૈકી 28,750 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે.