સુરત: સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને સ્વદેશ પરત મોકલાશે

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં છેલ્લા લાંબા સમય થી સ્પામાં થાઈલેન્ડ ની યુવતિ ગેરકાયદે સાર રહીને દેહ વેપાર નો ધંધો કરતા હોવાની વિગત સુરત પોલીસ ને મળી હતી. જેના આધારે સુરતનાં ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં પોલીસે દરોડા પાડીને વર્ક પરમિટ વગર કામ કરતી 30 વિદેશી યુવતિઓને ડિટેઇન કરી નારીગૃહમાં મોકલી આપી હતી. આ
 
સુરત: સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને સ્વદેશ પરત મોકલાશે

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં છેલ્લા લાંબા સમય થી સ્પામાં થાઈલેન્ડ ની યુવતિ ગેરકાયદે સાર રહીને દેહ વેપાર નો ધંધો કરતા હોવાની વિગત સુરત પોલીસ ને મળી હતી. જેના આધારે સુરતનાં ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં પોલીસે દરોડા પાડીને વર્ક પરમિટ વગર કામ કરતી 30 વિદેશી યુવતિઓને ડિટેઇન કરી નારીગૃહમાં મોકલી આપી હતી. આ તમામ યુવતિ ઓને આજે રાત્રે અમદાવાદ એરપોર્ટથી તેમના દેશમાં ડીપોર્ટ કરી દેવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પોર્શ વિસ્તારમાં ખાનગીમાં સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની દેહ વેપાર કરનારી યુવતિ મોટા ભાગની થાઈલેન્ડની વતની હોવાની વિગત બહાર આવી હતી. જોકે, આ યુવતિ વિઝીટર વિઝા લઈને આવીને વર્ક પરમિટ વગર કામ કરતી હતી, જેને લઇને સુરત ના ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલમાં દરોડા પડી વર્ક પરમિટ વગર કામ કરતી થાઈલેન્ડની 30 જેટલી યુવતિને ડિટેઇન કરી તેમને સુરતના નારીગૃહમાં મોકલી આપવામાં આવી હતી.