સુરત: લૉકડાઉનમાં વેપાર બંધ રહેતા, કાપડના દલાલે આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને લઇને સતત લૉકડાઉન વચ્ચે વેપાર ઉદ્યોગ સતત બંધ રહેતા લોકો આર્થિક ભીંસ અનુભવતા હોય છે. આ સાથે લોકો સતત માનસિક તાણને લઇને એવા પગલાં ભરી લેતા હોય છે જે બાદમાં તેમના પરિવારે રડવાનો વારો આવે છે. સતત લૉકડાઉન લઇને 65 દિવસથી વેપાર બંધ રહેતા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં
 
સુરત: લૉકડાઉનમાં વેપાર બંધ રહેતા, કાપડના દલાલે આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઇને સતત લૉકડાઉન વચ્ચે વેપાર ઉદ્યોગ સતત બંધ રહેતા લોકો આર્થિક ભીંસ અનુભવતા હોય છે. આ સાથે લોકો સતત માનસિક તાણને લઇને એવા પગલાં ભરી લેતા હોય છે જે બાદમાં તેમના પરિવારે રડવાનો વારો આવે છે. સતત લૉકડાઉન લઇને 65 દિવસથી વેપાર બંધ રહેતા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય સંજય શોભરાજ બટાનીએ આપઘાત કરી લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય બટાની ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલ તરીકે કામ કરતા હતા. તેઓ લૉકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક ભીંસમાં આવી જતા છેલ્લા ઘણા દિવસોથી માનસિક તાણ અનુભવતા હતા. પત્ની જ્યારે ચિંતા વિશે પૂછતી ત્યારે તેઓ કહેતા કે ઘરમાં રહીને મારું મગજ ખાલી ખાલી થઈ ગયું છે. આ બાબતે મરનારના સાળા વિજયભાઈએ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, લૉકડાઉનને કારણે કાપડનું કામ દિવાળી પહેલા ચાલુ નહીં થાય.

આ વાતને લઈને સંજયભાઈએ માનસિક તાણ સાથે આર્થિક ભીંસ વધી જતા ગતરોજ પોતાના ઘરમાં રૂમમાં છતની
એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કાપડ દલાલે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.