સુરતઃ સ્કૂલ ફી માફ કરવા PMને 5000 હજાર પોસ્ટકાર્ડ મોકલાયા, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારીને કારણે સામાજીક રીતે અને આર્થિક રીતે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પડી ભાંગ્યા છે. આવા સમયે હાલમાં રોજગારીની તકલીફ હોવાથી અને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હોવાથી વિદ્યાર્થીઓની સ્કૂલની ફી પણ વાલી ભરી શકે તેમ નથી. જેથી આજે કાપોદ્રા, વરાછા અને પુણા વિસ્તારના 5 હજાર લોકોએ એનએસયુઆઇ સાથે મળી
 
સુરતઃ સ્કૂલ ફી માફ કરવા PMને 5000 હજાર પોસ્ટકાર્ડ મોકલાયા, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીને કારણે સામાજીક રીતે અને આર્થિક રીતે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પડી ભાંગ્યા છે. આવા સમયે હાલમાં રોજગારીની તકલીફ હોવાથી અને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હોવાથી વિદ્યાર્થીઓની સ્કૂલની ફી પણ વાલી ભરી શકે તેમ નથી. જેથી આજે કાપોદ્રા, વરાછા અને પુણા વિસ્તારના 5 હજાર લોકોએ એનએસયુઆઇ સાથે મળી પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા હતા અને એ પોસ્ટકાર્ડને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પોસ્ટકાર્ડમાં લખવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી અમારે પરિવારનું ગુજરાન ચલાવવું પણ ભારે પડી ગયું છે. જેથી આપને વિનંતી છે કે અમારા બાળકોની છ મહિનાની સ્કૂલ ફી માફ કરી દેવામાં આવે જેથી અમે તેમને ભણાવી શકએ નહીંતર અમારે તેમને ઉઠાડી લેવા પડશે.

હાલમાં પાંચ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે પણ પીએમઓમાંથી જો યોગ્ય રીપ્લાય નહીં આવે તો આગામી સમયમાં લોકોએ પોતાના બાળકોને સારી સ્કૂલોમાંથી ઉઠાડી લેવાનો વારો આવશે. આ ઉપરાંત આગામી સમયમાં હજુ બીજા 10 હજાર પોસ્ટકાર્ડ પીએમને મોકલવામાં આવશે તેમ વાલીઓએ જણાવ્યું હતું. એક વાલી દિવ્યા નાવડીયાએ જણાવ્યું હતું કે અમે આગાઉ પણ મેઇલ અને ફેકસ દ્વારા રજુઆત કરી હતી પરંતુ કોઇ ફાયદો થયો નથી. જેથી અમે પોસ્ટકાર્ડ મારફતે રજુઆતો કરી છે. અને અમને આશા છે કે પીએમ અમારૂ સાંભળશે.