સુરતઃ સળગતી કારના બોનેટમાંથી દારૂની 62 બોટલો નીકળી, અધિકારીઓ ચોંકી ગયા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં વરાછા, લંબે હનુમાન રોડ પર છે શ્વર કૃપા ત્રણ રસ્તા પાસે આગની લપેટમાં સપડાયેલી કારના બોનેટમાંથી નાની-મોટી 62 જેટલી દારૂની બોટલ મળી આવતા ફાયર ફાઈટિંગ કરતા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા. વરાછા લંબે હનુમાન રોડ પર ઇશ્વર કૃપા ત્રણ રસ્તા પર આહીર સમાજની વાડી પાસે એક કારમાં આગ ભડકે બળી રહી હોવાની
 
સુરતઃ સળગતી કારના બોનેટમાંથી દારૂની 62 બોટલો નીકળી, અધિકારીઓ ચોંકી ગયા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં વરાછા, લંબે હનુમાન રોડ પર છે શ્વર કૃપા ત્રણ રસ્તા પાસે આગની લપેટમાં સપડાયેલી કારના બોનેટમાંથી નાની-મોટી 62 જેટલી દારૂની બોટલ મળી આવતા ફાયર ફાઈટિંગ કરતા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા. વરાછા લંબે હનુમાન રોડ પર ઇશ્વર કૃપા ત્રણ રસ્તા પર આહીર સમાજની વાડી પાસે એક કારમાં આગ ભડકે બળી રહી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ત્યારબાદ કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર વિનોદ રોજીવડીયા લાશ્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગમાં કારના બોનેટનો ભાગ અને સીટો બળી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ કારમાં ભડકેલી આગ કાબૂમાં લઈ રહી હતી, ત્યારે બોનેટના ભાગે છુપાવી રાખેલી દારૂની બોટલો દેખાઈ હતી.

જેને પગલે તાબડતોબ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ ન કરાઈ હતી. ત્યારબાદ તિરંગા પદયાત્રા રેલીના બંદોબસ્તમાં હાજર પોલીસની એક ટીમ અહીં દોડી આવી હતી. જોતજોતામાં લોકોનું ટોળું એકત્ર થઈ જતા પોલીસે કબજો લઈ કાર પોલીસ મથકે ખસેડી હતી.
પોલીસ તપાસ દરમિયાન કારની આગળ વલસાડ અને પાછળ સુરત પાસિંગની નંબર પ્લેટ દેખાઈ આવી હતી. વરાછા પોલીસે કારમાંથી રૂ.20,610ની કિંમતની 62 નંગ નાની મોટી દારૂની બોટલ અને કાર મળી 1 કુલ્લે રૂ 1,20,610ની મતા કબજે કરી જ્યારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ 5 ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.