સુરત: નોકરીની લાલચ આપી 8 યુવાનો પાસેથી રૂ. 24.85 લાખ પડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક સુરતનાં 8 જેટલા યુવાનો તેમની મનપસંદ કંપનીમાં નોકરીની લાલચ આપીને એક ઠગબાજે આ યુવાનો પાસેથી રૂપિયા 24.85 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચચક્કર થઇ ગયા છે. અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીકના આયુષમાન એન્ટરપ્રાઇઝનાં બે ભાગીદાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
સુરત: નોકરીની લાલચ આપી 8 યુવાનો પાસેથી રૂ. 24.85 લાખ પડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતનાં 8 જેટલા યુવાનો તેમની મનપસંદ કંપનીમાં નોકરીની લાલચ આપીને એક ઠગબાજે આ યુવાનો પાસેથી રૂપિયા
24.85 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચચક્કર થઇ ગયા છે. અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીકના આયુષમાન એન્ટરપ્રાઇઝનાં બે ભાગીદાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વર્ષ 2018 ફેબ્રુઆરી મહિનાના અંતમાં શહેરના બે વર્તમાનપત્રમાં નોકરી અંગેની જાહેરાત આપવામાં આવી હતી. ત્યારે આ જાહેરાત વાંચીને ઉકાઇની જે.કે. પેપર મીલમાં નોકરી કરતા સુરેશ દત્તુ દેવરે એ બી.ઇ મીકેનીકલનો અભ્યાસ કરનાર મોટા પુત્ર જયદીપની નોકરી માટે તા. 3 એપ્રિલના રોજ અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીક અભિક્રમ કોમ્પ્લેક્ષમાં આવેલી આયુષમાન એન્ટરપ્રાઇઝના આવીને તેના સંચાલક ભરત પરશુરામ તાવડે અને સુધીર જ્ઞાનેશ્વર શિવન્કરનો સંર્પક કર્યો હતો. જોકે, ભરતે પોતાના પુત્ર જયદીપના ડિગ્રીનો અભ્યાસ કર્યા બાદ નોકરીની વાત કરતા આ સંચાલકોએ કહ્યું હતું કે, તમારે કઇ કંપનીમાં નોકરી કરવી છે. જે કંપનીમાં નોકરી કરવી હોય તે મુજબ તમને પગાર મળશે. એમ કહી વિશ્વાસ લઇને પોતાની વાતમાં ફસાવી લીધા હતા.

ત્યાર બાદતા. 25 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતાના ફોક્સવેગન કંપનીમાં ઇન્ટરવ્યૂની વાતચીત કરી હતી અને જેના માટે ટોકન પેટે રૂા. 5000 લીધા હતા. આ સાથે સહી કરેલા બે કોરા ચેક લીધા હતા. બે દિવસ પછી વધુ રૂા. 5000 જયદીપે ભરત તાવડેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ બંનેવ ઠગ સતત બનાવતા હોય તેવું લાગતું હતું. આ ઠગો દ્વારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા ત્રણેક દિવસ બાદ જયદીપના પિતા સુરેશ દેવરેએ આપેલા કોરો ચેકમાં રૂા. 2 લાખની એમાઉન્ટ ભરી બેંકમાં ડિપોઝીટ કર્યો હતો.

એસએમએસ થકી સુરેશભાઇને જાણ થતા ચેકનું ક્લિયરીંગ અટકાવ્યું હતું અને ભરતે ચેક પરત પણ લઇ લીધો હતો. જેને લઈને આ ઠગો દ્વારા બાકી પૈસા ભરશો તો જ તા. 23 એપ્રિલના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે એમ કહેતા જયદીપે તા. 21 એપ્રિલના રોજ સ્ટેશન રોડની હોટલમાં રોક્ડા રૂા. 1.40 લાખ ભરતને આપ્યા હતા. પરંતુ ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો ન હતો. જેથી જયદીપે અડાજણ ખાતેની ઓફિસે તપાસ કરતા ઓફિસ બંધ હતી અને ભરતનો મોબાઇલ ફોન પણ બંધ હતો.