સુરત: લૉકડાઉનમાં હોટલમાં જ વાળંદની દુકાન ચાલુ કરી, એકની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને કારણે લૉકડાઉન દરમિયાન ચાની હોટલ ચલાવતા યુવાનનો ધંધો ન ચલવાથી તેણે વાળંદનો ધંધો શરૂ કર્યો હતો. નવા ધંધા માટે એક યુવકે જરૂરિયાત મુજબ બહારથી માણસો બોલાવી વાળંદની દુકાન શરુ કરી ગ્રાહકોને ભેગા કર્યા હતા. જોકે, આવુ કરવુ યુવાનને ભારે પડ્યું હતું. પોલીસે આ યુવક સાથેના લોકો વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો નોંધીને
 
સુરત: લૉકડાઉનમાં હોટલમાં જ વાળંદની દુકાન ચાલુ કરી, એકની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને કારણે લૉકડાઉન દરમિયાન ચાની હોટલ ચલાવતા યુવાનનો ધંધો ન ચલવાથી તેણે વાળંદનો ધંધો શરૂ કર્યો હતો. નવા ધંધા માટે એક યુવકે જરૂરિયાત મુજબ બહારથી માણસો બોલાવી વાળંદની દુકાન શરુ કરી ગ્રાહકોને ભેગા કર્યા હતા. જોકે, આવુ કરવુ યુવાનને ભારે પડ્યું હતું. પોલીસે આ યુવક સાથેના લોકો વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસ વચ્ચે લોકડાઉન ચાલી રહ્ચું છે. ત્યારે લોકોના વેપાર ઉધોગ બંધ થઇ ગયા છે. જેથી તેમની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. તેવામાં અલથાણ સોહમ સર્કલ ખાતે આવેલી શ્રી સાંઇ ગોલ્ડન ચા હોટલના માલિક મંગલ જગન્નાથ પાલ લોકડાઉનમાં પોતાનો વેપાર નહિ ચાલતો હોવાને લઈને રૂપિયાની જરૂરિયાત હતી. જેથી તેણે પોતાની હોટલમાં વાળંદ ચંદનકુમાર શત્રુધ્ન ઠાકુરને બહારથી બોલાવ્યા હતા. જોકે, અહીંયા વાળ કટીંગ કરવા માટે બનારસીલાલ જગન્નાથ, વૈશ્યબિશુ ઉર્ફે વિશ્વનાથ ધન્નુ શર્મા, રાકેશસીંગ નરેન્દ્રસીંગ અને બાલેન્દ્રપ્રસાદ ગજરાજપ્રસાદ તિવારી, અનિલ બિજય સીંગ અને રામસાગર શિવપૂજન પાલ ભેગા થયા હતા.

આ ઘટનાની જાણકારી સ્થનિક લોકોએએ પોલીસને આપી હતી જેને લઈને પોલીસ આ હોટલ પર આવીને તપાસ કરી હતી. આ તમામ લોકો વિરુદ્ધ ખટોદરા પોલીસે હોટલ માલિક, વાળંદ સાથે વાળ કટીંગ કરવા આવેલા તમામ લોકોની ધરપક કરીને તેમના વિરુદ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.