સુરત: BRTS બસમાં ભયાનક આગ ડ્રાઇવરે મુસાફરોનો આબાદ બચાવ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતના સરતહાન વિસ્તારમાં આજે પાલથી કામરેજ જતી એક BRTS મીની બસમાં અચાનક ધુમાડા નીકળતા ડ્રાઇવરે બસને રોડની સાઈડ કરીને બસમાં સવાર તમામ મુસાફરોને બસની નીચી ઉતારી પાડ્યા હતા. જોકે મુસાફર ઉતરતાની સાથે બસ ભડભડ સળગવા લાગી હતી, અને બસમાં ભીસણ આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. અટલ સમાચાર આપના
 
સુરત: BRTS બસમાં ભયાનક આગ ડ્રાઇવરે મુસાફરોનો આબાદ બચાવ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના સરતહાન વિસ્તારમાં આજે પાલથી કામરેજ જતી એક BRTS મીની બસમાં અચાનક ધુમાડા નીકળતા ડ્રાઇવરે બસને રોડની સાઈડ કરીને બસમાં સવાર તમામ મુસાફરોને બસની નીચી ઉતારી પાડ્યા હતા. જોકે મુસાફર ઉતરતાની સાથે બસ ભડભડ સળગવા લાગી હતી, અને બસમાં ભીસણ આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના છેવાડે આવેલ સરથાણા વિસ્તારમાં બપોરના સમયે એક BRTS લાલ રંગની મુસાફરોને લઇને કામરેજ જવા નીકળી હતી. જોકે સરથાણા આવતા બસમાંથી દુમાડ નીકળવા લાગતા ડ્રાઇવરે તાત્કાલિક બસમાં રહેલા તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. મુસાફરો ઉતર્યાને ગણતરીની મિનિટમાં જ બસમાં ભીષણ આગ લાગી જવા પામી હતી. હજુ તો કોઈ સમજે તે પહેલા બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જોત જોતામાં આગ બેકાબુ બની જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ આગની જાણકારી ફાયર વિભાગને આપતા ફાયર વિભાગના જવાનો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક બસમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગને પગલે બસ બળીને 70 ટકા ખાખ થઇ જવા પામી હતી, બસ ડ્રાઈવરની સમયસુચકતાથી મુસાફરોને નીચે ઉતારી પાડતા કોઈ જાનહાની થઇ નથી.