સુરતઃ ખાનગી હોસ્પિટલે કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ કરી દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે. અટલ સમાચાર આપના
 
સુરતઃ ખાનગી હોસ્પિટલે કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ કરી દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુલાબ દેહરના ભાઈ ગુલામ મસ્તુફાએ જણાવ્યું હતું કે, ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યોહતો. જોકે, તેના 48 કલાકમાં જ રિપોર્ટ ફરી નેગેટિવ આવી ગયો હતો. જોકે, તેમને દાખલ રાખવામાં આવ્યા હતા. ગુલાબ હેદરને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવારને મળવા પણ દેવાતા ન હતા. મોબાઈલ વીડિયો કોલીંગથી વાત કરી ગુલાબ હેદર પરિવારને જોઈ શકતા હતા. ફેફસા ખરાબ થઈ ગયા છે અને કફ થઈ ગયા છે એટલે ગળામાં કાણું પાડી કફ કાઢ્યા છે એમ ડોક્ટર કહેતા હતા અને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા.

ગુલામ મસ્તુફાએ વધુમાં જણાવ્યું હતું કે, 12 લાખ 23 હજારનું બિલ ચૂકવ્યા બાદ શનિવારના રોજ રજા અપાઈ છે. 13થી 30 મે સુધીમાં 10 એક્સ રે, 20 લેબોરેટરી રિપોર્ટ, 2-3 સિટી સ્કેન સહિત 65 બિલ બનાવ્યા હતા. 4.22 લાખનું દવાનું બિલ અને 8.01 લાખનું હોસ્પિટલનું બનાવી આપ્યું હતું. 4-5 દિવસ બેડ પર જ મળ થઈ જતા એ પણ સાફ કર્યા વગર રાખી મુકતા  હતા. પરિવારને ડરાવી 14મીની સવારે વેન્ટીલેટર પર મૂકી દીધા હતા અને ન્યુમોનિયા હોવાનું કહ્યું હતું. ગુલાબ હેદર 5 ભાઈઓમાં સૌથી તંદુરસ્ત હતા. આજે અશક્ત થઈ ગયા છે. 24 દિવસ કોરોનાની સારવાર કરાવી પણ અશક્ત થઈને ઘરે પહોંચ્યા છે. ઘરે આવ્યા બાદ મોઢાથી જ ખાય રહ્યા છે. ચાલતા ચાલતા ગયા હતા આજે પગ પણ કામ કરતા નથી.