સુરત: MBBSના વિદ્યાર્થી પાસે ઓનલાઇન પેમેન્ટમાં ગઠીયાએ 40 હજાર પડાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક અનલોક 1.0 (Unlock 1.0)શરૂ થતાં જ ઓનલાઇન છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. કારણ કે કોરોનાને કારણે લોકો ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે. આ જ વાતનો ગેરફાયદો ઠગો ઉઠાવી રહ્યા છે. સુરતમાં મેડિકલ કોલેજના એમ.બી.બી.એસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતા લોટનું કામ કરે છે. આ દરમિયાન ગઠિયા 400 કી.ગ્રા લોટનું પેમેન્ટ કરવા માટે
 
સુરત: MBBSના વિદ્યાર્થી પાસે ઓનલાઇન પેમેન્ટમાં ગઠીયાએ 40 હજાર પડાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

અનલોક 1.0 (Unlock 1.0)શરૂ થતાં જ ઓનલાઇન છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. કારણ કે કોરોનાને કારણે લોકો ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે. આ જ વાતનો ગેરફાયદો ઠગો ઉઠાવી રહ્યા છે. સુરતમાં મેડિકલ કોલેજના એમ.બી.બી.એસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતા લોટનું કામ કરે છે. આ દરમિયાન ગઠિયા 400 કી.ગ્રા લોટનું પેમેન્ટ કરવા માટે વિદ્યાર્થીને ગૂગલ પે પર ક્યુઆર કોડ મોકલીને સ્કેન કરવાનું કહીને બે ટાન્ઝેક્શન કરીને 40 હજારની ઠગાઈ કરી લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સહારા દરવાજા નવાબ વાડી રોડ પોલીસ ચોકીની સામે પ્રતિક ચેમ્બર્સ ફ્લેટ નં.301માં રહેતો 19 વર્ષીય રોનીલ ઉમેશભાઈ મોદી મજૂરાગેટ સ્થિત મેડિકલ કોલેજના એમ.બી.બી.એસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રોનીલના પિતા લોટનો વેપાર કરતા હોય ગત 19 મેની રાત્રે એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી એક વ્યક્તિએ ફોન કરી 400 કિ.ગ્રા. લોટનો ઓર્ડર આપી તેનું પેમેન્ટ કરવા ગૂગલ પે એકાઉન્ટની વિગત માંગી હતી. જે બાદ ઉમેશભાઈએ રોનીલનો મોબાઈલ નંબર આપ્યો હતો. બીજા દિવસે સવારે 10.30 વાગ્યે તે વ્યક્તિએ રોનીલને ફોન કરી રૂ.10નું ગૂગલ પે વાઉચર મોકલ્યું હતું. જે રોનીલે સ્કેન કરતા તેના એકાઉન્ટમાં રૂ.10 જમા થઇ ગયા હતા. ત્યાર બાદ તે વ્યક્તિએ મોકલેલા ક્યુઆર કોડને રોનીલે સ્કેન કરતા સહારા દરવાજા સ્થિત તેની વિજ્યા બેન્કના એકાઉન્ટમાંથી રૂ.20,000 ટ્રાન્સફર થઇ ગયા હતા.

રોનીલે આ અંગે વ્યક્તિને જાણ કરતા તેણે ભૂલથી આવું થયાનું જણાવ્યું હતું અને ફરીથી જે કોડ મોકલે તે સ્કેન કરતા પૈસા પરત આવી જશે તેમ જણાવ્યું હતું. રોનીલે તે વ્યક્તિએ મોકલેલા ક્યુઆર કોડને સ્કેન કર્યો તો વધુ રૂ. 20,000 તેના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઇ ગયા હતા. જે બાદમાં વ્યક્તિનો મોબાઈલ ફોન બંધ થઇ ગયો હતો. વિધાર્થીને ખબર પડી ગઈ હતી કે તેની સાથે રૂપિયા 40 હજારની છેતરપિંડી થઇ છે. જે બાદમાં તે તાત્કાલિક નજીકના પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયો હતો. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.