સુરત: બહેન રાખડી બાંધવા નહિ આવતાં કાપડના વેપારીએ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક રક્ષાબંધનમાં બહેન રાખડી બાંધવા ન આવતા ભાઇના આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં રહેતા અને કાપડ વેપાર સાથે જોડાયેલા યુવાને રક્ષાબંધનને દિવસે બહેન રાખડી બાંધવા નહિ આવતા આ વાતનું ખોટુ લાગી આવતા આવેશમાં આવી પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
સુરત: બહેન રાખડી બાંધવા નહિ આવતાં કાપડના વેપારીએ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

રક્ષાબંધનમાં બહેન રાખડી બાંધવા ન આવતા ભાઇના આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં રહેતા અને કાપડ વેપાર સાથે જોડાયેલા યુવાને રક્ષાબંધનને દિવસે બહેન રાખડી બાંધવા નહિ આવતા આ વાતનું ખોટુ લાગી આવતા આવેશમાં આવી પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર-કેનાલ રોડ પર સ્તુતિ એરીષ્ટામાં રહેતા કમલેશ મોહનલાલ સામનાની ટેક્સટાઈલના વ્યવસાય સાથે જોડાયેલા છે. સલાબતપુરામાં રતન માર્કેટમાં તેમની એજન્સી છે. સોમવારે રક્ષાબંધનના રોજ તેમની બહેન લવીના રાખડી બાંધવા આવી શકી ન હતી. તેથી કમલેશને આ વાતનું માઠું લાગી આવ્યું હતું. સોમવારથી તેઓ હતાશ હતા. ઘરમાં પણ કોઈની સાથે વાત કરતા ન હતા. મંગળવારે બપોરે સમયે હતાશ થયેલા કમલેશભાઈ આવેશમાં આવી જઈને પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

ઘટનાની જાણકરી મળતા અડાજણ પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચી આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે પિતરાઈ બહેન લવીના અડાજણમાં રાજ કોર્નર પાસે વાસુપુજ્ય એપાર્ટમેન્ટમાં રહે છે. લવીનાના પિતાને કોરોના પોઝિટવ છે. તેમજ તેમનું આખું એપાર્ટમેન્ટ ક્વોરન્ટીન હતું. તેથી લવીના આવી શકી નહતી. મૃતક વેપારીને સગી બહેન ન હોવાથી પિતરાઈ બહેન જ હંમેશા રાખડી બાંધતી હતી.