સુરત: ઘેટા-બકરાંની જેમ પરપ્રાંતિય કામદારોને ભરી નીકળેલો ટ્રક ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક હાલ દેશભરમાં બીજા તબક્કામાં લોકડાઉન ચાલી રહ્યું છે જેને પગલે ફક્ત આવશ્યક સેવાઓ તેમજ ટ્રાન્સપોર્ટ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે તો બીજી તરફ બધી મિલો તેમજ કંપનીઓ બંધ હાલત માં છે જેને પગલે કંપનીમાં તેમજ મિલોમાં કામ કરતા મજૂર વર્ગોની હાલત કફોડી બની છે. ત્યારે આપણે સુરતના પલસાણા તાલુકાની વાત કરીએ તો
 
સુરત: ઘેટા-બકરાંની જેમ પરપ્રાંતિય કામદારોને ભરી નીકળેલો ટ્રક ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

હાલ દેશભરમાં બીજા તબક્કામાં લોકડાઉન ચાલી રહ્યું છે જેને પગલે ફક્ત આવશ્યક સેવાઓ તેમજ ટ્રાન્સપોર્ટ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે તો બીજી તરફ બધી મિલો તેમજ કંપનીઓ બંધ હાલત માં છે જેને પગલે કંપનીમાં તેમજ મિલોમાં કામ કરતા મજૂર વર્ગોની હાલત કફોડી બની છે. ત્યારે આપણે સુરતના પલસાણા તાલુકાની વાત કરીએ તો આ સમગ્ર વિસ્તાર પરપ્રાંતિયોને વરેલો વિસ્તાર છે. પોતાના વતન પરત ફરવા માટે લોકો ચાલતા તેમજ અન્ય પેતરા કરીને નીકળી જતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે જોળવા પોલીસ ચોકીએ કરેલ નાકાબંધી માંથી એક ટ્રક ઝડપી પાડ્યો હતો. જેમાં ઘેટાં બકરાની જેમ 100 થી વધુ પરપ્રાંતીય નાના બાળકો તેમજ મહિલા સહિત પોતાના વતન તરફ ફરી રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલ લોકડાઉન હોવાથી તેઓ છુપી રીતે પોતાના વતન જઇ રહ્યા હતા. ત્યારે અહીં તેઓને જમવાનું નહિ મળતા તેમજ કામ ધંધા બંધ હોવાથી અને રોજ બરોજના ખર્ચા થી કંટાળીને ગયેલા પરપ્રાંતિયો આક્રોશ સાથે પોતાના વતન ફરી રહ્યા હતા તેમજ સરકાર ઉપર હૈયા વરાળ ઠાલવી હતી. પોતાના વતન ફરવાની માંગ સાથે પરપ્રાંતીયોએ પોલીસ ચોકી ઉપર ફરજ પરના હાજર પોલીસ કર્મીઓએ સાથે રકઝક કરી હોબાળો કર્યો અને યોગી સરકારને કળગળી ને પોતાના વતન લઈ જવા માટે વિનંતી કરી રહ્યા હતાં.

 સુત્રોએ જણાવ્યુ હતુ કે,  જ્યારે 300 થી 700 રૂપિયાનું ભાડું એક વ્યક્તિ દીઠ ટ્રેનમાં અને પ્રાઇવેટ બસોમાં લેવામાં આવે છે પરંતુ પરપ્રાંતીયો ની મજબૂરી નો ફાયદો ઉઠાવીને ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનર દ્વારા વ્યક્તિ દીઠ 3000 રૂપિયા વસુલવામાં આવ્યા હતા જેને લઈને કુલ થઈને અંદાજીત 3 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા જોકે પોલીસને જાણ થતા પોલીસે ટ્રક તેમજ ક્લીનર પાસેથી મળી આવેલ રોકડ રકમ કબજે કરી હતી.