સુરતઃસટ્ટા રમવાની લતમાં દેવાદાર બનેલ એક્ટર ચેન સ્નેચિંગના રવાડે ચડ્યો

સુરત: સુરતમાં રસ્તે જતી મહિલાઓને ટાર્ગેટ કરીને તેમના સોનાના ચેન તફડાવી લેતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સો ખૂબ હાઇપ્રોફાઇલ હોવાનું સામે આવ્યું છે. બેમાંથી એક વ્યક્તિ ટીવી સિરિયલમાં કામ કરે છે. ક્રિકેટના સટ્ટાની લતને લઈને બંને દેવામાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત ધરપકડ કરવમાં આવેલા બિલ્ડર સામે પહેલા 12
 
સુરતઃસટ્ટા રમવાની લતમાં દેવાદાર બનેલ એક્ટર ચેન સ્નેચિંગના રવાડે ચડ્યો

સુરત: સુરતમાં રસ્તે જતી મહિલાઓને ટાર્ગેટ કરીને તેમના સોનાના ચેન તફડાવી લેતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સો ખૂબ હાઇપ્રોફાઇલ હોવાનું સામે આવ્યું છે. બેમાંથી એક વ્યક્તિ ટીવી સિરિયલમાં કામ કરે છે. ક્રિકેટના સટ્ટાની લતને લઈને બંને દેવામાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત ધરપકડ કરવમાં આવેલા બિલ્ડર સામે પહેલા 12 જેટલા ગુના દાખલ હોવાનું પોલીસ જણાવ્યું હતું. જ્યારે ટીવી સીરિયમાં કામ કરનાર આરોપીએ અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે. એટલું જ નહીં તેણે તેના મિત્રોને પણ સીરિયલોમાં કામ અપાવ્યું છે.

સુરતઃસટ્ટા રમવાની લતમાં દેવાદાર બનેલ એક્ટર ચેન સ્નેચિંગના રવાડે ચડ્યોસુરતમાં રસ્તે જતી મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી ચેન સ્નેચિંગ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં પણ વૃદ્ધ મહિલાઓને સૌથી વધુ નિશાન બનાવવામાં આવે છે. જે બાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે મોરા ભાગળ ખાતે એક બાઈક પર પસાર થતા બે ઈસમોને અટકાવ્યા હતા. આ ઈસમોની અંગ ઝડતી લેતા તેમની પાસેથી ત્રણ જેટલી તૂટેલી ચેન મળી આવી હતી. જે બાદમાં પોલીસે બંનેની અટકાયત કરી લીધી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ વૈભવ જાદવ અને મિરાજ કાપડી છે. બંને ક્રિકેટનો સટ્ટો રમવાના શોખીન હોવાને લઈને ક્રિકેટ સટ્ટામાં અનેક વખત રૂપિયા હારી ગયા હતા. જેથી દેવું થઈ જતા બંનેએ અછોડા તોડવાની શરૂઆત કરી હતી.
પોલીસના હાથે ઝડપાયેલા વૈભવ જાદવે BSC કેમિસ્ટ તરીકે અભ્યાસ કર્યો છે. મિરાજ કાપડીએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈ ખાતે રહેતો હતો. મિરાજ અનેક ટીવી સીરિયલમાં કામ કરી ચૂક્યો છે. ઝડપાયેલા આરોપીમાંથી વૈભવ વિરુદ્ધ 12 જેટલા ગુના દાખલ થયેલા છે.
જેમાં રાજકોટ, કેશોદ, જૂનાગઢ અને અમદાવાદ સહિત વેરાવળમાં ગુના નોંધાયેલા છે. બંને ગાડીની ચોરી કરીને શહેરના રસ્તે રસ્તે ફરતા હતા. જે બાદમાં સુમસામ રસ્તાઓ પર વૃદ્ધાને ટાર્ગેટ કરતા હતા. બંને ગળામાંથી ચેન તોડીને ભાગી જતા હતા. પોલીસે બંને પાસેથી 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.