સુરત: શિયાળામાં કોરોનાના બપોર સુધીમાં 160 નવા પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેર અને જિલ્લામાં બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 160 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 41,566 નોંધાઇ છે. સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વિતેલા 24 કલાકના સુરત શહેરમાં કોરોના વાયરસના 213 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ
 
સુરત: શિયાળામાં કોરોનાના બપોર સુધીમાં 160 નવા પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેર અને જિલ્લામાં બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 160 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 41,566 નોંધાઇ છે. સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વિતેલા 24 કલાકના સુરત શહેરમાં કોરોના વાયરસના 213 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વિતેલા 16 કલાકમાં નવા 108 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 30,477 થઈ છે.

ગઇકાલે 1 કોરોના પોઝિટિવ દર્દીનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 760 થયો હતો. જ્યારે કુલ પોઝિટિવ દર્દી પૈકી કુલ 28,565 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા હતા. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઇકાલે સુરત જિલ્લામાં 53 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના નવા 52 દર્દી નોંધાયા છે સુરત જિલ્લામાં આ સાથે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 11,089 થઈ છે. તેમજ 281 કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી 10,361 દર્દી સાજા થયા છે.

સુરતમાં રાત્રી કર્ફ્યૂ

સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર તરફથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન એસ.ટી. બસોને પણ શહેરમાં પ્રવેશની છૂટ નથી આપવામાં આવી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એસ.ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈના જણાવ્યા પ્રમાણે નાઇટ કર્ફ્યૂ દરમિયાન સુરતથી આવતી-જતી 395 એસ.ટી. બસ બંધ રહશે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન સુરતમાં બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે. એટલે કે બીજા શહેરમાં જતી બસો બાયપાસ રોડથી શરૂ રહેશે. સુરતમાં મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડીથી રાત્રી દરમિયાન બસ સેવા મળી રહેશે.