સુરતઃ હીરા ઉદ્યોગને લઈ મોટા સમાચાર, 3 કેસ આવશે તો યુનિટ બંધ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સૌથી વધુ સંક્રમિત ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારી અને રત્નકલાકરો થયા હોવાથી તંત્રની ચિંતા વધી છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવા પાછળ કારખાનાઓમાં માર્ગદર્શિકાનું પાલન ન થઈ રહ્યાનું લાગી રહ્યું છે. આ મામલે હવે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે કોઈ યુનિટમાં ત્રણ
 
સુરતઃ હીરા ઉદ્યોગને લઈ મોટા સમાચાર, 3 કેસ આવશે તો યુનિટ બંધ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સૌથી વધુ સંક્રમિત ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારી અને રત્નકલાકરો થયા હોવાથી તંત્રની ચિંતા વધી છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવા પાછળ કારખાનાઓમાં માર્ગદર્શિકાનું પાલન ન થઈ
રહ્યાનું લાગી રહ્યું છે. આ મામલે હવે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે કોઈ યુનિટમાં ત્રણ પોઝિટિવ કેસ આવશે તો યુનિટને બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એક કેસ પોઝિટિવ આવે ત્યારે જે તે સેક્શન બંધ કરવામાં આવશે. ડાયમંડ એસોસિએશન સાથે સુરતના મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં આજે ડાયમંડ એસોસિએશન સાથે થયેલી મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ ગાઇડલાઇનમાં વધારે કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે જે કોઈ યુનિટમાં એક કેસ આવશે તો જે તે સેક્શન બંધ કરાશે અને જો ત્રણ પોઝિટિવ કેસ આવશે તો આખું યુનિટ બંધ કરાશે. આ ઉપરાંત હીરા બજાર મહિધરપુર અને વરાછા સેલ્ફ વોલ શનિવાર અને રવિવાર બંધ રહેશે. હીરા યુનિટોમાં એસી બંધ કરીને બારી બારણા ખુલ્લા રાખવામાં આવશે.

કોરોના વાયરસ સંક્રમણ અટકાવા માટે બે મહિના કરતા વધુ સમય લોકડાઉન બાદ તંત્ર દ્વારા અનલોક 1.0ની શરૂઆત કરવામાં આવી હતી. અનલોક 1.0માં તમામ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, મોટા પ્રમાણ શ્રમિકો વતન જતા રહેતા બીજા ઉદ્યોગો શરૂ થયા ન હતા પરંતુ હીરા ઉદ્યોગ શરૂ થયો હતો. આ માટે તંત્રએ ખાસ કોરોના માર્ગદર્શિકા બહાર પાડી હતી.

સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ અને સંક્રમિત લોકો કતારગામ ઝોનમાં સામે આવ્યા છે. અહીં 50 ટકા સ્ટાફની જગ્યાએ 100 ટકા કર્મચારી સાથે ફેક્ટરી ચાલુ કરવા ઉપરાંત એક ઘંટી પર 2 લોકોને બેસાડવાને બદલે ચાર લોકો બેસડાવામાં આવી છે. આ ઉપરાંત હીરા બજારમાં પણ લોકોને ભીડ નહીં કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ અહીં પણ લોકોને ટોળે ટોળે એકઠા થતાં હતા.