સુરતઃ કામધંધો ન હોવાથી કંટાળી પ્લમ્બરે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક સુરતના વેસુ વિસ્તારમાં રહેતા પ્લમ્બરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કોરોના લોકડાઉનના કારણે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કામધંધો બંધ રહેતા 65 વર્ષીય જગેશભાઈ ટોપીવાળા માનસિક તણાવનો અનુભવ કરતાં હોવાનું તેમના નજીકનાએ કહ્યું છે. કોઝવેમાં આપઘાત કર્યા બાદ સ્થાનિકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી. જેથી
 
સુરતઃ કામધંધો ન હોવાથી કંટાળી પ્લમ્બરે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા પ્લમ્બરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કોરોના લોકડાઉનના કારણે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કામધંધો બંધ રહેતા 65 વર્ષીય જગેશભાઈ ટોપીવાળા માનસિક તણાવનો અનુભવ કરતાં હોવાનું તેમના નજીકનાએ કહ્યું છે. કોઝવેમાં આપઘાત કર્યા બાદ સ્થાનિકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી. જેથી ફાયરબ્રિગેડે કોઝ વેમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસે સમગ્ર આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા જગેશભાઈ ધનરાજભાઈ ટોપીવાળા(ઉ.વ.આ.65). નંદની 2 વેસુ,વીઆઈપી રોડ, છેલ્લા બે ત્રણ મહિનાથી કામધંધો ન હોવાથી કંટાળી ગયા હતાં. પ્લમ્બરનું કામ ચાલતું ન હોવાથી તેમણે જીંદગીનો અંત લાવવા વેસુથી રાંદેર કોઝ વે પહોંચી ગયાં હતાં. તાપી નદીમાં કુદકો લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત અંગે સ્થાનિકોને જાણ થતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પીએમ માટે સિવિલ મૃતદેહ મોકલવામાં આવ્યો હતો.પોલીસે હાલ સમગ્ર આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.