સુરતઃ કોરોના વાયરસથી ડાયમંડ ઉદ્યોગને 1,000 કરોડનું નુકસાન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગે સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અનલોક શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ શરૂ થયો નથી. કોરોનાના કહેર વચ્ચે વિદેશમાં પણ માલની માંગ નથી. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિગ સેક્ટરમાં પણ કોરોના સક્ર્મણ સાથે આ ઉદ્યોગની ચેન ચાલતી ન હોવાથી આ ઉદ્યોગ
 
સુરતઃ કોરોના વાયરસથી ડાયમંડ ઉદ્યોગને 1,000 કરોડનું નુકસાન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગે સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અનલોક શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ શરૂ થયો નથી. કોરોનાના કહેર વચ્ચે વિદેશમાં પણ માલની માંગ નથી. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિગ સેક્ટરમાં પણ કોરોના સક્ર્મણ સાથે આ ઉદ્યોગની ચેન ચાલતી ન હોવાથી આ ઉદ્યોગ હાલ મારણ પથારીએ પહોંચી ગયો છે. આ ઉદ્યોગ આગામી કેટલાક માહિના સુધી ચાલુ થઇ શકે તેમ નથી. આ જ કારણે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો બેકાર બન્યા છે. અત્યાર સુધી આ જ કારણે હીરા ઉદ્યોગને 1,000 કરોડનું નુકસાન થઈ ચુક્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લૉકડાઉન થયા બાદ સુરતમાં રહીને કામ કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના રત્નકલાકારોએ હિજરત શરૂ કરી દીધી હતી. કારણ કે હીરા ઉદ્યોગ બંધ થતા આ લોકોને ભાડાના રૂમના પૈસા ચૂકવવાના ફાંફાં પડી ગયા હતા. અનલોક શરૂ થયા બાદ હીરા ઉદ્યોગ ફરી શરૂ થયા બાદ કેટલાક રત્નકલાકારો પરત આવ્યા હતા. પરંતુ સુરતમાં સંક્રમણ વધતા ફરીથી હીરા ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે ફરીથી રત્ન કલાકારોએ હિજરત શરૂ કરી છે.

અનલોક 1.0 શરૂ થયા બાદ ડાયમંડ ઉદ્યોગ પણ શરૂ થયો હતો. જોકે, આ ઉદ્યોગ ચેન દ્વારા ચાલતો હોય છે. એટલે કે આ ઉદ્યોગ ચાલુ કરવો શક્ય ન હોવા છતાં ચાલુ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગ ચાલુ કરવા માટે પહેલા રફ ડાયમંડ વિદેશથી આવે છે, પણ ફ્લાઇટ બંધ હોવાને લઇને માલની પણ અછત છે. અમુક વેપારી પાસે માલ છે પણ આ માલ સુરતની ફેકટરીમાં તૈયાર થયા બાદ, વેપારી પાસે જ પડ્યો રહે છે. કારણ કે, મુંબઈની ઓફિસ ચાલે તો આ માલ વિદેશ મોકલી શકાય છે. હાલ ગુજરાત સરકારે છૂટ આપી છે પરંતુ મહારાષ્ટ્ર બંધ હોવાને કારણે નિકાસ નથી થઈ રહી.