સુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં સરકારી યોજનાના નામે બેન્કમાંથી લોન લઇને આ રૂપિયાની ભરપાઈ નહિ કરી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરવામાં આવતા પહેલા સુરતના રાંદેર રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની નવયુગ કોલેજ બ્રાન્ચમાં વિવિધ સરકારી યોજના હેઠળ રૂ.2.28 કરોડની
 
સુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં સરકારી યોજનાના નામે બેન્કમાંથી લોન લઇને આ રૂપિયાની ભરપાઈ નહિ કરી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરવામાં આવતા પહેલા સુરતના રાંદેર રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની નવયુગ કોલેજ બ્રાન્ચમાં વિવિધ સરકારી યોજના હેઠળ રૂ.2.28 કરોડની લોન લઈ ભરપાઈ નહીં કરી આચરવામાં આવેલું કૌભાંડ આંતરીક તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ મામલે વધુ તપાસ કરતા આવી રીતે જ બેન્કની ડુમસ બ્રાન્ચમાં પણ રૂ.8.34 કરોડનું કૌભાંડ બહાર આવતા સીઆઇડી ક્રાઇમમાં વધુ એક બ્રાન્ચ સામે ફરિયાદ નોંધાય હતી.

આ મામલે સીઆઇડી ક્રાઇમની તપાસમાં આ કૌભાંડમાં પણ મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા, ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ, હાઈબોન્ડ એન્જીનીયરીંગ, સુપ્લેક્ષ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી, તપોવન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સંદીપ બાબુભાઈ ઘાડીયા અને 48 લોનધારકોએ વર્ષ 2016થી 2018 દરમિયાન બોગસ ક્વોટેશન લેટર બનાવી લોન લેનારાઓના બોગસ દસ્તાવેજો તૈયાર કરી બેન્કમાં રજૂ કર્યા હતા. તે દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના આરબીઆઇના વિવિધ નિયમોને અવગણી તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી. પરમારે લોન મંજુર કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે, બાદમાં જે હેતુથી વિવિધ સરકારી યોજના હેઠળ લોન લેવામાં આવી હતી તેનો હેતુફેર કરી લોનની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો હતો અને લોનની રકમ પરત વ્યાજ સાથે નહીં ભરી ઠગાઈ આચરવામાં આવી હતી.બેન્કની આંતરીક તપાસમાં આ કૌભાંડ બહાર આવતા હાલના મોટા વરાછા શાખાના મેનેજર રાજીવકુમાર સુર્યનારાયણ સિંહે સીઆઇડી ક્રાઇમના સુરત શહેર એકમમાં તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી.પરમાર, મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા, ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ, હાઈબોન્ડ એન્જીનીયરીંગ, સુપ્લેક્ષ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી અને લોન લેનાર 27 સહિત કુલ 32 વિરુદ્ધ રૂ.4,49,05,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મગદલ્લા શાખાના મેનજર રમણભાઈ ગામીતે સીઆઇડી ક્રાઇમના સુરત શહેર એકમમાં તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી.પરમાર, મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા, ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ,હાઈબોન્ડ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી, તપોવન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સંદીપ બાબુભાઈ ઘાડીયા અને લોન લેનાર 21 સહિત કુલ 25 વિરુદ્ધ રૂ.5,03,26,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બંને ગુનાની વધુ તપાસ ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેકટર પી.જી.નરવાડે કરી રહ્યા છે.