સુરત: 12 કરોડની જમીનના છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુઓની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના કોસાડની એક જમીન વેચ્યા બાદ રૂપિયા 12 કરોડ પડાવી લઇને જમીન મલિકને દસ્તાવેજ નહિ કરી આપી છેતરપિંડી કરતા જમીન માલિક સામે આ મામલે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દેસાઈ બંધુઓની ધરપપકડ કરી છે સુરતના અડાજણ ખાતે રહેતા વિપુલ પટેલે કોસાડ ખાતે આવેલી 13050 ચોરસ મીટર જગ્યા વેચાણ કરવાની
 
સુરત: 12 કરોડની જમીનના છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુઓની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના કોસાડની એક જમીન વેચ્યા બાદ રૂપિયા 12 કરોડ પડાવી લઇને જમીન મલિકને દસ્તાવેજ નહિ કરી આપી છેતરપિંડી કરતા જમીન માલિક સામે આ મામલે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દેસાઈ બંધુઓની ધરપપકડ કરી છે સુરતના અડાજણ ખાતે રહેતા વિપુલ પટેલે કોસાડ ખાતે આવેલી 13050 ચોરસ મીટર જગ્યા વેચાણ કરવાની હોવાથી આ જમીનના મલિક પિન્ટુ દેસાઈ, અશ્વિન દેસાઈ અને દેવાંગ દેસાઈનો સંપર્ક કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે પિન્ટુ પોતાના હિસ્સાની જમીન 15 કરોડમાં વેચવા માંગતો હતો. જોકે આ જમીનનો સોદો નક્કી કર્યા બાદ વિપુલ ભાઈ દ્વારા જમીને લઇને આ દેસાઈ બંધુને રૂપિયા 12 કરોડ ચૂકવી આપ્યા હતા અને સોદા ખાતે કરી આપ્યો હતો. જોકે જમીનમાં બ્લોક વિભાજનનો સમય લાગશે જેને લઈને દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો. જોકે સુરતમાં જમીન સોનાની લગાડી કહેવાય જેના દિવસે દિવસે ભાવ વધતા આ દેસાઈ બધુંની નજર બગડતા પહેલા સોદાખત વિપુલ ભાઈ પાસેથી પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરી રહ્યા હતા. જેને લઈને જમીન ખરીદનાર વિપુલ ભાઈને ખબર પડીકે આ જમીન આ ભાઈઓ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે.

જોકે વિપુલ ભાઈએ ક્યાં દસ્તાવેજ અથવા રરૂપીયા 12 કરોડ રૂપિયા પરત માંગતા જમીનના ભાવ વધી ગયા છે, જો વધુ રૂપિયા આપશો તો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. જોકે આ દેસાઈ બંધુ વિપુલ ભાઈ સાથે છેતરપિંડી કરતા હોવાનું લાગતા તેમણે આ મામલે સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આ દેસાઈ બધું માંથી પિન્ટુ અને અને તેના ભાઈ આશિષ દેસાઈની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. દરમિયાન તાજેતરમાં જ વિવાદિત શૈલેષ ભટ્ટ અને બિલ્ડરની વચ્ચે ચાલી રહેલી તકરાર ચર્ચાની એરણે છે ત્યારે વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. જોકે, આ મામલે હાઇપ્રોફાઇલ જમીનનો હોવાના કારણે CID ક્રાઇમની ફરિયાદમાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે.