સુરત: લોકડાઉન વચ્ચે કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ દુકાનો ખુલતા તંત્રમાં દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઇરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દુકાનો સાથે વેપાર નહીં કરવાની શરતોને આધીન લોકડાઉન આજથી હળવું કરવામાં આવ્યું છે. કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં આજથી રાબેતા મુજબ વેપાર ઉદ્યોગ શરુ કરી શકાય પણ, કેટલાક લોકોએ આજે હોટ સ્પોટ ગણાતા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પણ દુકાનો ખોલી નાખતા તંત્ર દોડતું થઇ ગયું
 
સુરત: લોકડાઉન વચ્ચે કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ દુકાનો ખુલતા તંત્રમાં દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઇરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દુકાનો સાથે વેપાર નહીં કરવાની શરતોને આધીન લોકડાઉન આજથી હળવું કરવામાં આવ્યું છે. કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં આજથી રાબેતા મુજબ વેપાર ઉદ્યોગ શરુ કરી શકાય પણ, કેટલાક લોકોએ આજે હોટ સ્પોટ ગણાતા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પણ દુકાનો ખોલી નાખતા તંત્ર દોડતું થઇ ગયું હતું. તંત્ર દ્વારા તાતકાલિક પહોંચી દંડની કાર્યવાહી શરૂ કરી, આ તમામ દુકાનો બંધી કરાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાઇરસને લઇને 55 દિવસ બાદ તંત્ર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારમાં આજથી દુકાનો સાથે વેપાર ઉધોગને મંજૂરી આપવામાં આવી છે, પણ તેને લઇને એક ગાઈડ લાઇન તૈર કરવામાં આવી છે, તેનું પાલન પણ એટલું જરૂરી છે ત્યારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વેપાર ઉધોગને પરમિશન નથી આપવામાં આવી તેવામાં આજે સુરતમાં સૌથી વધારે હોટસ્પોટ ગણાતા મન દરવાજા વિસ્તાર કે જ્યાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે, અને આ વિસ્તારને તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, તેવામાં આજ વિસ્તારમાં આવેલ કેટલીક મોબાઈલ સાથે અનેક દુકાનો સવારના સમયે ખોલવામાં આવી હતી, જેને લઇને તંત્ર દોડતું થઇ ગયું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જે વિસ્તારમાં મંજૂરી આપવામાં આવી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઇજિંગ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે આ વિસ્તારમાં કોઈ મંજૂરી નહીં હોવાને લઇને મનપાની ટિમ ત્યાં પહોંચી હતી અને તાતકાલિક આ તમામ દુકાનો બંધ કરવા સાથે રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો હતો. તંત્રએ દુકાનના માલિકો પર કાર્યવાહી પણ કરી હતી, આમ આજે છૂટછટના પહેલા દિવસે લોકો દુકાન ખોલીને બેસી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, તેવામાં જે ગાઈડ લાઇન છે તે પ્રમાણે તે વિસ્તારને નિયમોના આધીન મંજૂરી આપવામાં આવી છે. એપી સેન્ટર બનેલા માન દરવાજામાં આજે ભાટિયા મોબાઇલ નામની દુકાન શરૂ થઈ ગઈ હતી. રેડ ઝોનમાં આવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ હોવા છતાં દુકાન શરૂ થઈ ગઈ હતી.