સુરત: LPG સિલેન્ડરો ભરેલી ટ્રકમાં આગ, સ્કુલબસ અને રિક્ષા બળીને ખાખ

અટલ સમાચાર,ડેસ્ક સુરતનાં ઓલપાડના માસમા રોડ ખાતે વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના સિલેન્ડર ભરીને જતી ટ્રક પલટી ખાતા તેમાં અચનાક આગ લાગી હતી. ટ્રકમાં ભરેલા ગેસના સિલેન્ડરો ધડાકાભેર ફૂટ્યા હતા. સળગતા સિલિન્ડરો હવામાં ઉડતા દેખાતા હતા જેના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ટ્રકની પાસે ચાલી રહેલી ખાનગી સ્કૂલની બસ અને રિક્ષા
 
સુરત: LPG સિલેન્ડરો ભરેલી ટ્રકમાં આગ, સ્કુલબસ અને રિક્ષા બળીને ખાખ

અટલ સમાચાર,ડેસ્ક

સુરતનાં ઓલપાડના માસમા રોડ ખાતે વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના સિલેન્ડર ભરીને જતી ટ્રક પલટી ખાતા તેમાં અચનાક આગ લાગી હતી. ટ્રકમાં ભરેલા ગેસના સિલેન્ડરો ધડાકાભેર ફૂટ્યા હતા. સળગતા સિલિન્ડરો હવામાં ઉડતા દેખાતા હતા જેના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ટ્રકની પાસે ચાલી રહેલી ખાનગી સ્કૂલની બસ અને રિક્ષા પણ બળીને ખાખ થઇ ગઇ છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજી કોઇ મોતનાં સમાચાર નથી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

સુરત: LPG સિલેન્ડરો ભરેલી ટ્રકમાં આગ, સ્કુલબસ અને રિક્ષા બળીને ખાખ

એલપીજી સિલેન્ડર ભરેલા ટ્રકનાં ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાની થતા બચી છે. આ ટ્રકમાં આગ લાગ્યાંની જાણ થતાંની સાથે જ ડ્રાઇવર ટ્રકને આગળ દોડાવી અને ખાલી જગ્યામાં અટકાવી હતી. જે બાદ ટ્રકમાંથી ડ્રાઇવર અને ક્લિનર ઉતરી ગયા હતા.

આ દુર્ઘટના સમયે જ પાછળ આવતી સિમેન્ટની ટ્રકે પણ રેડિઅન્ટ એકેડમીની સ્કૂલ બસને ટક્કર મારી હતી. જે બાદ બસમાંથી પણ 30 જેટલા વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યાં હતાં. પરંતુ સિમેન્ટની ટ્રક અને સ્કૂલ બસને પણ આગ લાગતા તે બંન્ને બળીને ખાખ થઇ ગઇ હતી. વિદ્યાર્થીને બહાર લાવવામાં થોડો સમય બગાડ્યો હોત તો ત્યાંનો માહોલ કંઇક જુદો જ હોત.

સુરત: LPG સિલેન્ડરો ભરેલી ટ્રકમાં આગ, સ્કુલબસ અને રિક્ષા બળીને ખાખ

આ અંગે ફાયરનાં અધિકારીનાં જણાવ્યાં પ્રમાણે, અમને જ્યારે ખબર પડી ત્યારે અમે તરત જ આ અહીં આવી જઇને પાસે આવેલા પેટ્રોલ પંપને કવર કર્યો હતો. જે બાદ ઇલેક્ટ્રિક કરંટ બંધ કરાવ્યો અને સ્થાનિકોને ઘરમાં એલપીજી ગેસ ન શરૂ કરવાની જાણ કરી હતી. સ્થાનિકોને પણ ઘરની બહાર ન નીકળે તેવી જાણ કરી હતી. અમે આવ્ચાં ત્યારે સિલેન્ડરો ઉડીને આકાશમાં જતા હતી. તેથી સ્થાનિકોને દૂર કરવામાં આવ્યાં હતાં.