સુરતઃ BJPના પૂર્વ મહિલા કોર્પોરેટરનું કોરોના વાયરસથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસ દિનપ્રતિદિનના પોઝિટિવ કેસમાં હવે રાજનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે સુરત શહેરના પૂર્વ મહિલા કોર્પોરેટરનું નિધન થયું છે. જ્યારે કચ્છના રાપરના મહિલા ધારાસભ્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે. અટલ સમાચાર
 
સુરતઃ BJPના પૂર્વ મહિલા કોર્પોરેટરનું કોરોના વાયરસથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસ દિનપ્રતિદિનના પોઝિટિવ કેસમાં હવે રાજનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે સુરત શહેરના પૂર્વ મહિલા કોર્પોરેટરનું નિધન થયું છે. જ્યારે કચ્છના રાપરના મહિલા ધારાસભ્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સીલર ઉર્મિલા બેન રાણાનું આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન આજે તેમનું અવસાન થયા બાદ તેમના પરિવારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

દરમિયાન એક સમયે કોરોનાના સંક્રમણથી બચી ગયેલો કચ્છ (kutch corona cases) જિલ્લો હવે કોરોનાના અજગર ભરડામાં લપેટાયો છે. કચ્છમાં આજે રાપર મત વિસ્તારના મહિલા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભયુભાઈ આરેઠિયા કોરોના થયો છે.