સુરતઃ કોરોનાની સારવાર કરતા સંક્રમિત થયેલ સિવિલના હેડ નર્સનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા દસ હજારને પાર કરી 10,287 થઈ ગઈ છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન કોરોના વોરિયર્સ પણ કોરોનાની બીમારીમાં સપડાયા છે. સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે ફરજ બજાવતા હેડ નર્સ રશ્મિતાબેનને પણ
 
સુરતઃ કોરોનાની સારવાર કરતા સંક્રમિત થયેલ સિવિલના હેડ નર્સનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા દસ હજારને પાર કરી 10,287 થઈ ગઈ છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન કોરોના વોરિયર્સ પણ કોરોનાની બીમારીમાં સપડાયા છે. સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે ફરજ બજાવતા હેડ નર્સ રશ્મિતાબેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેઓનું સારવાર દરમિયાન આજે નિધન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બે દિવસથી તાવ આવ્યા બાદ રશ્મિતાબેન પટેલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રશ્મિતાબેન સુરત સહિત રાજ્યભરના નર્સિંગ સ્ટાફ માટે પથદર્શક હતા. રશ્મિતાબેનના નિધનથી સુરતના નર્સિંગ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રશ્મિતાબેન પટેલને શરદી, ખાસી, તાવ અને શરીરના દુઃખાવાને લઈ સિવિલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી 12 દિવસથી સિવિલ MICUમાં દાખલ હતા. કોરોના વૉરિયર્સનું જ્યારે નિધન થાય છે ત્યારે તેમના સાથી કર્મીઓ પણ ચિંતામાં મૂકાઈ જતા હોય છે. જોકે, તેઓ પોતાની ફરજ ચૂકતા નથી અને જીવના જોખમે પણ દર્દીઓની સેવા કરવાનું ચાલું રાખે છે.

સુરતમાં કોરોનાનાં દર્દી સતત વધી રહ્યા છે. રવિવારે વધુ 295 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 203 જયારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 10,287 પર પહોંચી છે. રવિવારે 10 લોકોનાં કોરોનાથી મોત સાથે મરણ આંક 446 પર પહોંચ્યો છે. રવિવારે શહેર અને જિલ્લામાં વધુ 222 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા 6613 પર પહોંચી ગઈ છે.