સુરત: બોમ્બે માર્કેટ અને હીરા-ચોક્સી બજારમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન

અટલ સમાચાર, ડેસ્ક સુરતની ત્રણ મોટી માર્કેટ જેમાં વરાછાની બૉમ્બે માર્કેટ, અને હીરા બજાર તેમજ ચોક્સી બજારના વેપારીઓના એસોસિએશનને પ્રજા હિતમાં અને સ્વાસ્થ્ય સલામતીને જોતા મોટા નિર્ણયો કર્યા છે. 900 માર્કેટ ધરાવતી વરાછાની બોમ્બે માર્કેટ આગામી 31મી જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની સ્થિતિ રાજ્યમાં સૌથી વધુ ગંભીર છે. એક બાજુ ઇન્જેક્શનની
 
સુરત: બોમ્બે માર્કેટ અને હીરા-ચોક્સી બજારમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન

અટલ સમાચાર, ડેસ્ક

સુરતની ત્રણ મોટી માર્કેટ જેમાં વરાછાની બૉમ્બે માર્કેટ, અને હીરા બજાર તેમજ ચોક્સી બજારના વેપારીઓના એસોસિએશનને પ્રજા હિતમાં અને સ્વાસ્થ્ય સલામતીને જોતા મોટા નિર્ણયો કર્યા છે. 900 માર્કેટ ધરાવતી વરાછાની બોમ્બે માર્કેટ આગામી 31મી જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની સ્થિતિ રાજ્યમાં સૌથી વધુ ગંભીર છે. એક બાજુ ઇન્જેક્શનની કાળા બજારી બીજી બાજુ કોરોનાના કેસનો રાફડો તો ત્રીજી બાજુ બેકારી આ તમામ મોરચે લડી રહેલી પ્રજાએ જાણે જાતે જ પોતાની સુરક્ષા કરવાનું નક્કી કરી લીધું હોય તેવો માહોલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુરતની હીરા બજાર અને ચોક્સી બજારના એસોસિએશન દ્વારા કોરોનાના વધતા જતા કેસને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ બજારમાં મોટી સંખ્યામાં સેફ ડિપોઝિટના ખાનગી વૉલ્ટ આવેલા છે તે સપ્તાહમાં બે વાર ખુલશે. હીરાના અને ચોક્સી બજારના વેપારીઓ માટેના આ વૉલ્ટ સોમવારે અને શુક્રવારે નિયત સમય માટે એક કલાક માટે ખુલશે.

સુરતમાં કુલ દર્દી સંખ્યા 9996 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 10 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 426 થયો છે. જેમાંથી 57 મૃત્યુ જિલ્લાના છે અને 369 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 198 જ્યારે જિલ્લામાં આજે 78 દર્દીને રજા આપતા, કુલ 276 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 6391 જેમાં ગ્રામીણ વિસ્તારના 954 દર્દી છે.