સુરત: ભાઈની હત્યા કરી મૃતદેહ દાટી દીધો, ખૂની ખેલનો ભાંડો ફુટ્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતના ઉધના વિસ્તારમાં આજથી એક મહિલા પહેલાં રૂમમાંથી રૂપિયા 9,500 અને એક મોબાઈલની ચોરી થઈ હતી. જોકે આ ચોરી ભાઈ દ્વારા કરવામાં આવતા ભાઈએ ભાઈને મિત્રો સાથે પકડી પાડી એક રૂમમાં ઢોર માર મારતા તેનું મોત થયું હતું. જોકે મિત્રો સાથે ભાઈની દફન વિધી કરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી પકડી
 
સુરત: ભાઈની હત્યા કરી મૃતદેહ દાટી દીધો, ખૂની ખેલનો ભાંડો ફુટ્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ઉધના વિસ્તારમાં આજથી એક મહિલા પહેલાં રૂમમાંથી રૂપિયા 9,500 અને એક મોબાઈલની ચોરી થઈ હતી. જોકે આ ચોરી ભાઈ દ્વારા કરવામાં આવતા ભાઈએ ભાઈને મિત્રો સાથે પકડી પાડી એક રૂમમાં ઢોર માર મારતા તેનું મોત થયું હતું. જોકે મિત્રો સાથે ભાઈની દફન વિધી કરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી પકડી પાડી મરનાર યુવાનનો મૃતદેહ બહાર કાઢી પી.એમ માટે મોકલી આપ્યો છે અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઉધાનમાં રહેતા રહેતા અબ્દુલ રહીમના રૂમમાંથી રોકડા રૂપિયા 9500 અને મોબાઈલ ફોન તેના ભાઈ અજિત ઉફે માનસિંગે ચોરી કરી હતી. જોકે આ વાતની ખબર તેના ભાઈ અબ્દુલને પડતા એક મહિલા પહેલા બનેલી ઘટનામાં પોતાના ભાઈ અજિતને અબ્દુલે બે મિત્રો સદામ અને શાહરુખ સાથે પકડી પાડીને એક મિત્રની રૂમ પર લઇ જઈને લાકડાના ફટકા મારતા તેનું મોત થયું હતું.

જોકે અબ્દુલે તેના મામાને ફોન કરી અજિત દારૂના નશામાં અકસ્માતમાં મોત થયાની જાણકારી આપી અને પોતાની મોટર સાઇકલ પર લાશને વચ્ચે બેસાડી મિત્રોની મદદથી સૈયદપુર ખાતે આવેલા ક્બ્રસ્તાનમાં તેની દફન વિધિ કરી આવ્યા હતા. જોકે પોતાના ભાઈની હત્યા બાદ આ તમામ લોકો બિન્દાસ ફરતા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને હકીકત મળતા આ તમામ આરોપીને ગતરોજ ઉધના વિસ્તારમાંથી પકડી પાડી તેમની પૂછપરછ કરતા આરોપી અબ્દુલ અને તેના બે મિત્રોએ કરેલી હત્યાનો ગુનો કબુલી લેતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરી તમામ આરોપી ધરપકડ કરી મારનાર નીઓ મૃતદેહ પીએમ માટે કબર માંથી બહાર કાઠી તેનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.