સુરત: માલિકે શારીરિક સંબંધો બાંધવા કર્મચારીને બ્લેકમેઇલ કરતા ફરિયાદ

અટલ સમાચાર,ડેસ્ક સુરતની એક યુવતિને ખાનગી સંસ્થાના મલિક સાથે રાખેલ પ્રેમ સબધ ભારે પડ્યો છે. યુવતિએ સંબંધ કાપી નાખ્યા બાદ તેને ધરારાથી સંબંધ રાખવા માટે માલિક દ્વારા કરવામાં આવતી હતી હેરાનગતી અને યુવતિને સોશિયલ મીડિયામાં દ્વારા અને તેના પતિને કહી દેવાની ધમકી આપી હેરાન કરતા માલિકથી કંટાળી યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અટલ સમાચાર આપના
 

અટલ સમાચાર,ડેસ્ક

સુરતની એક યુવતિને ખાનગી સંસ્થાના મલિક સાથે રાખેલ પ્રેમ સબધ ભારે પડ્યો છે. યુવતિએ સંબંધ કાપી નાખ્યા બાદ તેને ધરારાથી સંબંધ રાખવા માટે માલિક દ્વારા કરવામાં આવતી હતી હેરાનગતી અને યુવતિને સોશિયલ મીડિયામાં દ્વારા અને તેના પતિને કહી દેવાની ધમકી આપી હેરાન કરતા માલિકથી કંટાળી યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી અને ખાનગી સંસ્થામાં નોકરી કરતી 29 વર્ષીય પરિણીતા ચાર વર્ષ પહેલાં એક ખાનગી સંસ્થામાં નોકરી કરતી હતી ત્યારે તે સંસ્થાના માલિક નરેશ ચાંપાભાઈ વાગડિયા સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેમની વચ્ચે શરીર સંબંધ પણ બંધાયો હતો જોકે પોતે પરણિત હોવાને લઇને આ યોગ્ય નહિ લગતા તેને માલિક સાથેના સબધ પુરા કરી નાખ્યા હતા. પણ માલિક નરેશ આ પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે સતત દબાણ કરતો હતો.

આ દરમિયાન નરેશે અજાણ્યા નંબર પરથી યુવતિના પતિને મેસેજ કરીને યુવતિ સાથેના સંબંધની માહિતી આપી દીધી હતી. આ ઘટના બન્યા બાદ યુવતિએ તેના પતિને નરેશ વાગડિયા વિશેની તમામ હકીકત જણાવી દીધી હતી. જેના પગલે પૂર્વ પ્રેમીના આ પ્રકારના માનસિક ત્રાસથી ત્રાસેલી પરિણીતાએ તેના પતિ સાથે જઈ ઉમરા પોલીસ સ્ટેશનમાં નરેશ ચાંપાભાઇ વાગડિયા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.