સુરત: ટિકટોક બનાવતી કીર્તિ પટેલની આ કારણે પોલીસે ધરપકડ કરી, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક સુરતની ટિકટોક બનાવતી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. પોલીસે કલમ 307ના ગુનામાં કીર્તિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે
 
સુરત: ટિકટોક બનાવતી કીર્તિ પટેલની આ કારણે પોલીસે ધરપકડ કરી, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતની ટિકટોક બનાવતી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. પોલીસે કલમ 307ના ગુનામાં કીર્તિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતની ટિકટોક ગર્લની પુણા પોલીસે કીર્તિ પટેલ અને તેના સાગરિતિની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની હત્યાના પ્રયાસના કેસમાં કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રઘુ ભરવાડ નામના યુવક સાથે છેલ્લાં કેટલાંક દિવસથી માથાકૂટ ચાલતી હતી. જે બાદે કિર્તી પટેલે ટિકટોક પર જોઈ લેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ રઘુ ભરવાડ પર હુમલો પણ થયો હતો ત્યારે આ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

સુરત: ટિકટોક બનાવતી કીર્તિ પટેલની આ કારણે પોલીસે ધરપકડ કરી, જાણો વધુ
file photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા એક વીડિયોને કારણે કીર્તિ વિવાદમાં આવી હતી. આ સમયે કીર્તિએ તેનો વિરોધ કરતા લોકોને સંદેશ આપવા માટે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણીએ પોતાની સાથે એક ઘુવડ રાખ્યું હતું. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ મુજબ ગુનો બનતો હોય આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આ ઘટનામાં કીર્તિને 15 હજાર રૂપિયા અને તેનો વીડિયો ઉતારનારને 10 હજારનો દંડ ફટકરાવામાં આવ્યો હતો.