સુરત: લોકોની ભીડ વધતાં ભાજપ પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે યોજાનાર રેલી રદ્દ

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં આજે કોરોનાના કહેરની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સ્વાગત માટે ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ રેલીમાં ભારતીય જનતા પાર્ટીનો 1,000 મીટર લાંબો ધ્વજ તૈયાર કરી અને તેને તમામ કાર પરથી
 
સુરત: લોકોની ભીડ વધતાં ભાજપ પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે યોજાનાર રેલી રદ્દ

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં આજે કોરોનાના કહેરની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સ્વાગત માટે ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ રેલીમાં ભારતીય જનતા પાર્ટીનો 1,000 મીટર લાંબો ધ્વજ તૈયાર કરી અને તેને તમામ કાર પરથી લહેરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, કોરોનાનું સહેજ પણ સંક્રમણ પ્રસરાય તેવું જોખમ હોય તો આવો કાર્યક્રમ ન કરવો જોઈએ ત્યારે 2000 લોકો એકઠા થયા હોવાથી રેલીનું વિસર્જન કરવાની સૂચના આપી છે. મને ભાજપા તરફથી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી સંભાળ્યા બાદ હું પ્રથમ વખત સુરત આવ્યો છું. અહીં મારું ઘર હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ હોય તે સમજી શકાય છે. આ માટે તેમણે મારા સ્વાગતનો કાર્યક્રમ ગોઠવ્યો છે. આ સાથે જ તેમણે મને ખાતરી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે.

આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, રેલીનું આયોજન પણ ખૂબ સારૂ થયું છે. પરંતુ મને જાણકારી મળી છે કે1500થી બે 2000 જેટલી કાર સાથે લોકો આવી પહોંચ્યા છે. ત્યાં કિલોમીટર લાંબી લાઈન લાગી છે. આવા સંજોગોમાં નાનો પણ ભય હોય ત્યારે શહેરના લોકો માથે સંકટ ઊભું થાય તેવું પગલું ન ભરવું જોઈએ. આ કારણ મેં કાર્યકરોને પરત જવાની વિનંતી કરી છે. બીજું કે નવસારી ખાતે પણ આવતીકાલે મારા સ્વાગત માટે 1000 કાર સાથે રેલી કાઢવાની હતી તે આયોજન પણ રદ કરવા માટે મેં વિનંતી કરી છે.”