સુરત: 13 વર્ષની કિશોરી સાથે સંબંધીએ વારંવાર દુષ્કર્મ આચર્યુ, પોલીસ ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના પુણા વિસ્તારમાં એક 55 વર્ષીય આધેડે 13 વર્ષની કિશોરીને અવારનવાર દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો છે. આરોપી આધેડ કિશોરીને રૂપિયા આપવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજરાતો રહ્યો છે. આરોપી કિશોરીનો દૂરનો સંબંધી છે. આ મામલે ત્રણ મહિના બાદ કિશોરીના પરિવારે ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે. અટલ
 
સુરત: 13 વર્ષની કિશોરી સાથે સંબંધીએ વારંવાર દુષ્કર્મ આચર્યુ, પોલીસ ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પુણા વિસ્તારમાં એક 55 વર્ષીય આધેડે 13 વર્ષની કિશોરીને અવારનવાર દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો છે. આરોપી આધેડ કિશોરીને રૂપિયા આપવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજરાતો રહ્યો છે. આરોપી કિશોરીનો દૂરનો સંબંધી છે. આ મામલે ત્રણ મહિના બાદ કિશોરીના પરિવારે ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પુણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો આ બનાવ સામે આવ્યો છે. અહીં દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહીં પરંતુ પરિવાર સંબંધી જ છે. પીડિત રાજસ્થાની બાળકીની ઉંમર 13 વર્ષ અને છ મહિના છે. આરોપી બિહારના સુપોલ ગામનો વતની છે. પુણા વિસ્તારમાં રહેતી પીડિત કિશોરી અવાર નવાર આરોપી સંબંધીના ઘરે આવતી જતી હતી. આ દરમિયાન 55 વર્ષીય આધેડે રૂપિયાની લાલચ આપીને બાળકી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સતત દુષ્કર્મને પગલે કિશોરી ત્રણ માસ પહેલા ગર્ભવતી બની હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બાળકીએ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારને આપતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. ઘટના બાદ કિશોરીના પરિવારે શરૂઆતમાં સમાજના અગ્રણીઓને સાથે રાખી કોઈક માર્ગ શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતા છેવટે બાળકીની માતાએ આધેડ વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે બાદમાં પુણા પોલીસે આધેડની ધરપકડ કરી લીધી છે.