સુરતઃ લોકડાઉનમાં સ્કૂલવાન ચાલકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન 4.0માં વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી ચાલેલા લૉકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિને ખુબ મોટી અસર પડી છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સ્કૂલવેન ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરવાનું સામે આવી
 
સુરતઃ લોકડાઉનમાં સ્કૂલવાન ચાલકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન 4.0માં વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી ચાલેલા લૉકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિને ખુબ મોટી અસર પડી છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સ્કૂલવેન ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરવાનું સામે આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને સ્કૂલવાનનો વ્યવસાય કરતા વિનોદભાઈ પટેલ નામના વ્યક્તિએ ગત રાત્રે પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ સમયે તેમનો પરિવાર નીચે આવેલા અન્ય રૂમમાં હતો. ત્યારબાદ ઘણો સમય થતાં પરિવારને શંકા ગઈ હતી. દરવાજો ના ખોલતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે આવીને દરવાજો તોડ્યો હતો. વિનોદભાઇએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યુ છે.
આ ઘટનાને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.