સુરતઃ 4 વર્ષથી CAની પરીક્ષામાં નાપાસ થતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં આ પ્રકારની બે દુર્ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સચીનમાં રહેતી 34 વર્ષીય યુવતીએ સીએની પરીક્ષામાં (CA exam) નાપાસ થતા પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. છેલ્લા ચાર વર્ષથી તેણી સીએની પરીક્ષામાં નાપાસ થતી હતી. સુરતની સચીનની પારડી કણદે પાસે યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી અમૃતાબેન અસોકભાઇ દ્વારકાદાસ સીએની
 
સુરતઃ 4 વર્ષથી CAની પરીક્ષામાં નાપાસ થતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં આ પ્રકારની બે દુર્ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સચીનમાં રહેતી 34 વર્ષીય યુવતીએ સીએની પરીક્ષામાં (CA exam) નાપાસ થતા પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. છેલ્લા ચાર વર્ષથી તેણી સીએની પરીક્ષામાં નાપાસ થતી હતી.

સુરતની સચીનની પારડી કણદે પાસે યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી અમૃતાબેન અસોકભાઇ દ્વારકાદાસ સીએની તૈયારી કરી રહી હતી. ચાર વર્ષ પહેલા તેણી સીએની પરીક્ષામાં નાપાસ થતા તેણીને આઘાત લાગ્યો હતો અને થોડી માનસિક બિમાર થઇ ગઇ હતી. ત્યારબાદ તેના પરિવાર દ્વારા તેણીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ત્યારબાદ અમૃતાબેનએ બીજા વર્ષે પણ સીએની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં પણ તે ફેઇલ થઇ હતી. સતત ચાર વર્ષથી ફેઇલ થતા અમૃતાબેન ખુબ જ આઘાત લાગ્યો હતો અને પોતાના ઘરે પંખાના હુક સાથે નાયલોનની દોરી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. પરિવારના સભ્યો અમૃતાબેનને બોલાવવા ગયા ત્યારે તેણી દોરી વડે ગળેફાસો ખાધેલી હાલતમાં જાવા મળતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેમ થઇ પડ્યું હતું. આ બાબતે સચીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

ઉધનામાં રહેતા આધેડે બેકારીને કારણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઉધના કૈલાસનગરમાં રહેતા મધુકર નામદેવ આધાવ છેલ્લા દોઢ વર્ષર્થી બેકાર જીવન જીવતા હતા. મજૂરીકામ કર્યા બાદ તેઓ હાલમાં બેકાર જીવન જીવતા હતા. તેવામાં જ લોકડાઉન આવી ગયુ અને પરિવારમાં આર્થિક ભીસ વધતી ગઇ હતી.

દરમિયાન મધુકરભાઇએ પોતાના ઘરે જ છતના હુક સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે. બંને પુત્રીના લગન્ થઇ ગયા છે. જ્યારે એક પુત્ર એમ્બ્રોઇડરીના કારખાનામાં અને બીજા પુત્ર ટેમ્પોમાં હેલ્પર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. તેમ છતાં પણ મધુકરભાઇએ આર્થિક ભીસમાં આવીને આપઘાત કરી લેતા પરિવારમાં આઘાતમાં સરી પડ્યો હતો.