સુરત: સુપરવિઝન કરવા ગયેલા એન્જિનિયર 5મા માળેથી નીચે પટકાતા મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમા રોજ કોરોના વાયરસના નવા રેકોર્ડ જોવા મળે છે. આ સાથે સુરતમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં દુખદ ઘટના બની. અહીં નવી રહેલી કોવિડ હોસ્પિટલના પાંચમા માળેથી ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું નીચે પટકાઈને મોત નિપજ્યું છે. સુપરવિઝન કરવા ગયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત શિહોરા અચાનક નીચે પટકાયા હતા. પરંતુ તેઓ બચી શક્યા ન હતા. અટલ સમાચાર આપના
 
સુરત: સુપરવિઝન કરવા ગયેલા એન્જિનિયર 5મા માળેથી નીચે પટકાતા મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમા રોજ કોરોના વાયરસના નવા રેકોર્ડ જોવા મળે છે. આ સાથે સુરતમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં દુખદ ઘટના બની. અહીં નવી રહેલી કોવિડ હોસ્પિટલના પાંચમા માળેથી ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું નીચે પટકાઈને મોત નિપજ્યું છે. સુપરવિઝન કરવા ગયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત શિહોરા અચાનક નીચે પટકાયા હતા. પરંતુ તેઓ બચી શક્યા ન હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના વધતા કેસોને જોઇ કોવિડ હોસ્પિટલમાં વધારાની બેડની વ્યવસ્થા કરવા માટે CMએ જાહેરાત કરી હતી. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા ઈજનેરનો મૃત જાહેર કરાયા હતા. ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત વી શિહોરાનું મોત નિપજતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જશવંત શિહોરા સુપરવિઝન માટે કોવિડ હોસ્પિટલમાં ગયા હતા. કોવિડ હોસ્પિટલના પાછળના ભાગમાં પાંચમા માળેથી નીચે પટકાયા હતા. ત્યારબાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.