સુરત: પલાયન થયેલા શ્રમિકોને અનલોકમાં લેવા ગયેલા કોન્ટ્રાક્ટરને ભગાડ્યા

અટલ સમાચાર, ડેસ્ક ખરાબ સ્થિતિમાં શ્રમિકોનો સાથે છોડી દીધેલા શેઠિયાઓ હવે મુસીબતનો સામનો કરી રહ્યા છે. સરકાર અનલૉક 2.0ની તૈયારીઓ કરી રહી છે ત્યારે શ્રમિકોને પરત સુરત લેવા ગયેલા ઉત્તર પ્રદેશમાં સુરતના મીલ માલિક અને કોન્ટ્રાક્ટરને લપડાક પડી છે. કામદારોને ઉત્તર પ્રદેશથી સુરત લાવવા માટે બાંદા, હમીરપુર, ચિત્રકુટ, ફતેહપુર, મહોબા, કાનપુર, ગોરખપુર, આજમગઢ સહિતના જિલ્લાઓમાં
 
સુરત: પલાયન થયેલા શ્રમિકોને અનલોકમાં લેવા ગયેલા કોન્ટ્રાક્ટરને ભગાડ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ખરાબ સ્થિતિમાં શ્રમિકોનો સાથે છોડી દીધેલા શેઠિયાઓ હવે મુસીબતનો સામનો કરી રહ્યા છે. સરકાર અનલૉક 2.0ની તૈયારીઓ કરી રહી છે ત્યારે શ્રમિકોને પરત સુરત લેવા ગયેલા ઉત્તર પ્રદેશમાં સુરતના મીલ માલિક અને કોન્ટ્રાક્ટરને લપડાક પડી છે. કામદારોને ઉત્તર પ્રદેશથી સુરત લાવવા માટે બાંદા, હમીરપુર, ચિત્રકુટ, ફતેહપુર, મહોબા, કાનપુર, ગોરખપુર, આજમગઢ સહિતના જિલ્લાઓમાં પહોંચેલા ટેક્સટાઇલ મિલના માલિકોને લેબર કોન્ટ્રાક્ટરોને કડવો અનુભવ થયો હતો. સુરતમાં કોવિડ-19 કોરોના સંક્રમણ દરમિયાન કામદારોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધા નહીં આપનારા કોન્ટ્રાક્ટરોને ગંદી ગાળો આપીને ભગાડી મુકવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે યુપીની યોગી આદિત્યનાથની સરકાર દ્વારા યુપીના જે કામદારોને અન્ય રાજ્યોના ઉદ્યોગકારો અને લેબર કોન્ટ્રાક્ટર ફરી લેવા આવે તો ફરજિયાત નોંધણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી સુરતથી ગયેલા મિલ માલિકો અને લેબર કોન્ટ્રાક્ટરો પાસે રજિસ્ટ્રેશનના પુરાવાઓ માંગવામાં આવ્યા હતા. ગામના સરપંચો દ્વારા કામદારોને લેવા આવેલા લોકોની જાણ જિલ્લા કલેક્ટરને કરી દેવામાં આવતા મામલાતદાર કક્ષાના અધિકારીઓ રજીસ્ટ્રેશન માટે આવી પહોંચતા હતા અને ઉદ્યોગકારોએ તમામ કાયદાકીય વિધીઓમાથી પસાર થવું પડતું હતું.

યુપીના ગામોમાં જુદા-જુદા પક્ષોના સરપંચ હોવાથી કેટલાક સરપંચ કામદારોને એવું કહીને અટકાવી રહ્યા છે કે સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ વધુ ખરાબ છે. સ્થિતિ ઓછી ખરાબ હતી ત્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. કામદારોને ભોજનના ફાંફાં પડ્યા હતા અને વતન પરત આવવા માટે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ફરી લોકડાઇન જાહેર થશે તો મોટી મુશ્કેલી થશે. તેવા ભયે 60 ટકા કામદારો દિવાળી પહેલા આવવાનું ટાળી રહ્યા છે.