સુરતઃ ગુસ્સામાં આવી પિતાએ પુત્રીનું મોપેડ જાહેરમાં સળગાવતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે લોકો વિચારતા થઈ ગયા પુત્રી મોપેડ લઈને ફરતો હતો. અને અભ્યાસ ધ્યાન નહીં આપતા પિતાએ મોપેડ નહીં ચાલવાનું કહેવા છતાંય પુત્રી મોપેડ લઈને નીકળતા ગુસ્સે ભરાયેલ પિતા જાહેર માં મોપેડને આગના હવાલે કર્યું હતું. સુરતના રાંદેર વિસ્તાર જાહેર રોડ પર મોપેડગાડી સળગતી હતી. ફાયર
 
સુરતઃ ગુસ્સામાં આવી પિતાએ પુત્રીનું મોપેડ જાહેરમાં સળગાવતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે લોકો વિચારતા થઈ ગયા પુત્રી મોપેડ લઈને ફરતો હતો. અને અભ્યાસ ધ્યાન નહીં આપતા પિતાએ મોપેડ નહીં ચાલવાનું કહેવા છતાંય પુત્રી મોપેડ લઈને નીકળતા ગુસ્સે ભરાયેલ પિતા જાહેર માં મોપેડને આગના હવાલે કર્યું હતું. સુરતના રાંદેર વિસ્તાર જાહેર રોડ પર મોપેડગાડી સળગતી હતી. ફાયર વિભાગ આ ગાડીની આગ પર કાબુ મેળવતા હતા. જોકે આ ઘટના બાદ લોકો મોટી સંખ્યા એકત્ર થયા હતા. અને આગનું કારણ જાણીને લોકો વિચારમાં પડી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુરતઃ ગુસ્સામાં આવી પિતાએ પુત્રીનું મોપેડ જાહેરમાં સળગાવતા ચકચાર

સુરત વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાની પુત્રીને મોપેડ લઇ આપી હતી. પણ પુત્રી અભ્યાસમાં ધ્યાન ન આપતા મોપેડ લઈને ફર્યા કરતી હતી. જેને લઈને પિતાએ પુત્રીને મોપેડ ચલાવવાની ના પાડી હતી. તેમ છતાં પિતાની જાણ બહાર દીકરી મોપેડ લઈને નીકળી હતી. આ વાતની જાણ પિતાને થઈ જતાં તેમણે રાંદેરમાં જાહેર રસ્તા પર મોપેડને સળગાવી દીધું હતું.

સુરતઃ ગુસ્સામાં આવી પિતાએ પુત્રીનું મોપેડ જાહેરમાં સળગાવતા ચકચાર

પિતાના ઉશ્કેરાટમાં આવીને મોપેડ સળગાવવાની ઘટનાથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. આ ઘટના પગલે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણકારી આપતા ફાયર વિભાગ બનાવ વાળી જગ્યા ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો બીજી બાજુ પોલીસ પણ બનાવ વાળી જગ્યા ઉપર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી.