સુરતઃ 3 અલગ-અલગ જગ્યાએથી 1 કરોડ 33 લાખનું MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને તે માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી. જેમાં ડ્રગ્સ વેચવા જતા અને પોતાની પાસે રાખનાર ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં
 
સુરતઃ 3 અલગ-અલગ જગ્યાએથી 1 કરોડ 33 લાખનું MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને તે માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી. જેમાં ડ્રગ્સ વેચવા જતા અને પોતાની પાસે રાખનાર ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી (રહે. એ-203 આશીયાના કોમ્પલેક્સ અડાજણ પાટીયાસ ન્યૂ રાંદેર રોડ)ને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે આદિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસે 1011.82 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત અંદાજે 1,01,18,200 તથા મોબાઈલ ફોન નંગ 5 કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા 12,710 તથા ડિજીટલ વંજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1,04,19,410ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સલમાન સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ 3 અલગ-અલગ જગ્યાએથી 1 કરોડ 33 લાખનું MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
જાહેરાત

વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ (રહે. ઘર નંબર એ-24 પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા) મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે જ્યારે રોહન (રહે. બોરવલી મુંબઈ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી કુલ 17.5 ગ્રામ અંદાજે કિંમત 1,75, 000 નાની મોટી ખાલી કોથળીયો નંગર 26 મોબાઈલ, કાર મળી કુલ 8,90,000નો મુદ્દામાલ ઝડપી લઈને રોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસીબીએ સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સિામટાના શાયોના પ્લાઝા શોપીંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેષ અસલાલીયા (રહગે. એફ-202, રામેશ્વરમ રેજેન્સી, વીઆઈપી સર્કલ પાસે ઉતરાણ, મૂળ રહે. છાભાડીયા રોડ, દામનગર, તા.લાઠી, જિ. અમરેલી)ને ઝડપી લીધો છે જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.બંટી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો જેની કિંમત અંદાજે 30,49,800 તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31,22,360નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.