સુરત: કોરોનાને શાંત કરવા યુવકે 4500 કિલો બરફ નદીમાં નાંખ્યો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઈને હાલમાં સમગ્ર દુનિયા પરેશાન છે ત્યારે સુરતમાં તાપી નદીમાં બરફ નાંખવાથી કોરોનાનો કહેર શાંત થશે તેવી એક માન્યતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં અત્યારસુધીમાં 100 લોકો વાયરસના કારણે મોતને ભેટ્યા છે ત્યારે પોતાની જન્મ અને કર્મભૂમિ માટે સુરતના મુસ્લિમ યુવકે અનોખી માનતા લીધી છે. સુરતને કોઈની નજર લાગી હોય તેને
 
સુરત: કોરોનાને શાંત કરવા યુવકે 4500 કિલો બરફ નદીમાં નાંખ્યો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઈને હાલમાં સમગ્ર દુનિયા પરેશાન છે ત્યારે સુરતમાં તાપી નદીમાં બરફ નાંખવાથી કોરોનાનો કહેર શાંત થશે તેવી એક માન્યતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં અત્યારસુધીમાં 100 લોકો વાયરસના કારણે મોતને ભેટ્યા છે ત્યારે પોતાની જન્મ અને કર્મભૂમિ માટે સુરતના મુસ્લિમ યુવકે અનોખી માનતા લીધી છે. સુરતને કોઈની નજર લાગી હોય તેને ઉતારવા માટે આ કામ કરતા યુવકની આ શ્રદ્ધાને તમે શ્રદ્ધા માનો કે અંધશ્રદ્ધા એ તમારા પર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત: કોરોનાને શાંત કરવા યુવકે 4500 કિલો બરફ નદીમાં નાંખ્યો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?

સુરતના આ વેપારી યુવકે કોરોનાના પ્રકોપને શાંત રાખવા માટે તાપી માતાને બરફ ચડાવાની માનતા રાખી છે. સુરતને કોઈની નજર લાગી હોય તેને ઉતારવા માટે આ કામ કરતા યુવકની આ શ્રદ્ધાને તમે શ્રદ્ધા માનો કે અંધશ્રદ્ધા એ તમારા પર છે. અત્યાર સુધીમાં આ યુવક દ્વારા આજના 500 કિલો મળીને કુલ 4000 કિલો બરફ નાખવામાં આવ્યો છે. શ્રદ્ધા હોય ત્યા પુરાવાની જરૂર નથી. જોકે, યુવકે પોતાની ઓળખ છતી કરવાનો ઇન્કાર કર્યો છે.

સુરત: કોરોનાને શાંત કરવા યુવકે 4500 કિલો બરફ નદીમાં નાંખ્યો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?

આ યુવકે જણાવ્યું કે ‘આ ધર્મને લગતી નહીં પરંતુ શ્રદ્ધાની વાત છે. મને શ્રદ્ધા છે એટલે હું આ કામ મારા મનથી કરૂ છું. હું મારી ઓળખ છતી કરવા માંગતો નથી.’ આ મુસ્લિમ યુવક એવું પણ માને છે કે સુરતમાં કોરોનાની મહામારીને શાંત કરવા માટે તાપી માતાને રિઝવવી જરૂરી છે અને તેથી તે દરરોજા 500 કિલો બરફ તાપી નદીમાં નાખી અને આ મહામારી સામે પોતાની રીતે લડી રહ્યો છે.

સુરત: કોરોનાને શાંત કરવા યુવકે 4500 કિલો બરફ નદીમાં નાંખ્યો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?