સુરત: સાસુના શારિરીક-માનસિક ત્રાસથી વહુએ ઝેરી દવા ગટગટાવી

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં રહેતી એક પુત્રની માતાએ અનાજમાં નાખવાની ઝેરી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સસરા સાથેના આડાસંબંધ હોવાના વ્હેમમાં સાસુ આપતી હતી શારિરીક-માનસિક ત્રાસ. આ બનાવના કારણે સમગ્ર કતારગામ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. બનાવની વિગત એવી છે કે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા યુવકે 7
 
સુરત: સાસુના શારિરીક-માનસિક ત્રાસથી વહુએ ઝેરી દવા ગટગટાવી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં રહેતી એક પુત્રની માતાએ અનાજમાં નાખવાની ઝેરી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સસરા સાથેના આડાસંબંધ હોવાના વ્હેમમાં સાસુ આપતી હતી શારિરીક-માનસિક ત્રાસ. આ બનાવના કારણે સમગ્ર કતારગામ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. બનાવની વિગત એવી છે કે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા યુવકે 7 વર્ષ પહેલાં એક યુવતી સાથે લગન કર્યા હતા.

લગ્નજીવન દરમિયાન દંપતીને 2 વર્ષનો પુત્ર થયો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાસુ વિમુબેન ભાલાળા દ્વારા વહુને તેના સસરા જોડે આડાસંબંધ હોવાનો વ્હેમ રાખી શારિરીક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. સાસુ વહુને અવારનવાર ટોણા મારતી હતી કે ‘તારા સસરા જોડે આડા સંબંધો છે’.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેથી વહુ આ બાબતે પરેશાન થઈ ગઈ હતી જોકે એક દિવસ પોતાનાપુત્રને લઇ તેના પિયરમાં ચાલી ગઇ હતી. પરંતુ સમાજના વડીલોની મધ્યસ્થીથી વહુને પરત સાસરે રહેવા આવી હતી. જો કે ગત રોજ પુનઃ સાસુ વિમુબેને વહુંને તેના પતિ અને સસરાની હાજરીમાં જ સસરા સાથે આડાસંબંધ હોવાના નામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. સાસુના શંકાશીલ સ્વભાવને લઇને માનસિક રીતે પડી ભાંગેલી વહુએ આવેશ માં આવીને ગતરોજ અનાજમાં નાખવાની ઝેરી દવા દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારને ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક વહુને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર બાદ મહિલાની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યુ હતું. ઘટના સંદર્ભે મહિલાએ સાસુ વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.