સુરત: સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઇને કઇ ડેરીની મુશ્કેલી વધી શકે છે ?

અટલ સમાચાર,સુરત સુરતમાં આવેલી સૂમૂલ ડેરી માટે નવી મુશ્કેલી સામે આવી છે. જેમાં દૂધ માટે ઉપયોગ કરવામાં આવતી સિંગલ પ્લાસ્ટિક મુદ્દે ડેરી સામે નવી મુશ્કેલી સર્જાય છે. 2 ઓક્ટોબર સુધીમાં દૂધના પેકિંગમાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સૂરતની સૂમૂલ ડેરી પર દૂધ માટે ઉપયોગ કરવામાં આવી સિંગલ પ્લાસ્ટિકને લઇને નવી મુશ્કેલી
 
સુરત: સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઇને કઇ ડેરીની મુશ્કેલી વધી શકે છે ?

અટલ સમાચાર,સુરત

સુરતમાં આવેલી સૂમૂલ ડેરી માટે નવી મુશ્કેલી સામે આવી છે. જેમાં દૂધ માટે ઉપયોગ કરવામાં આવતી સિંગલ પ્લાસ્ટિક મુદ્દે ડેરી સામે નવી મુશ્કેલી સર્જાય છે. 2 ઓક્ટોબર સુધીમાં દૂધના પેકિંગમાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સૂરતની સૂમૂલ ડેરી પર દૂધ માટે ઉપયોગ કરવામાં આવી સિંગલ પ્લાસ્ટિકને લઇને નવી મુશ્કેલી આવી શકે છે.

સુરત: સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઇને કઇ ડેરીની મુશ્કેલી વધી શકે છે ?

હાલમાં સૂમૂલ ડેરી દ્વારા જે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવામાં આવે છે તે થેલી સિંગલ યૂઝની પ્લાસ્ટિકમાં આવે છે. આમ જો આગામી દિવસમાં આ થેલીનો ઉપયોગ બંધ કરવામાં નહીં આવે તો પ્રતિબંધ લાગે તેવી સંભાવના છે. દેશભરમાં 2જી ઓક્ટોબરથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી શક્યતા છે. જેને લઈને સૂમૂલના અધિકારીઓને મનપાએ મિટિંગ માટે બોલાવ્યા છે. આજે મળનારી બેઠક બાદ આ અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. સૂમૂલ ડેરી દ્વારા લાખો લીટર દૂધ પ્લાસ્ટિકની થેલીમાં વેચવામાં આવે છે.