સુરેન્દ્રનગર: ટીટોડામાં 8 શખ્સએ હુમલો કરતા બે મહિલા સહિત 8 ઘાયલ

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તાલુકાના સાયલા તાલુકાના ટીટોડા ગામના નવઘણભાઈ જીવાભાઈ લામકાના કૌટુંબિક કાકા માનુભાઈ વિહાભાઈ ભરવાડ તેમજ ગોપાલભાઈ ભોટાભાઈ ભરવાડની જમીન ટીટોડા ગામની સીમમાં બાજુબાજુમાં આવેલી છે. તા. 22 ઓગસ્ટને 2019ના રોજ ગોપાલભાઈ અને માનુભાઈને ભેંસો ખેતરમાં ચારવા બાબતે માથાકુટ થઇ હતી. જે બાબતે ગોપાલભાઇએ પોલીસ કેસ કર્યો હતો.જેનું મનદુ:ખ રાખી આઠ જેટલા શખ્સોએ
 
સુરેન્દ્રનગર: ટીટોડામાં 8 શખ્સએ હુમલો કરતા બે મહિલા સહિત 8 ઘાયલ

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર તાલુકાના સાયલા તાલુકાના ટીટોડા ગામના નવઘણભાઈ જીવાભાઈ લામકાના કૌટુંબિક કાકા માનુભાઈ વિહાભાઈ ભરવાડ તેમજ ગોપાલભાઈ ભોટાભાઈ ભરવાડની જમીન ટીટોડા ગામની સીમમાં બાજુબાજુમાં આવેલી છે. તા. 22 ઓગસ્ટને 2019ના રોજ ગોપાલભાઈ અને માનુભાઈને ભેંસો ખેતરમાં ચારવા બાબતે માથાકુટ થઇ હતી. જે બાબતે ગોપાલભાઇએ પોલીસ કેસ કર્યો હતો.જેનું મનદુ:ખ રાખી આઠ જેટલા શખ્સોએ કુહાડી, લાકડીઓ જેવા હથિયારોથી ટોટીડા-સખપર જવાના માર્ગ પર હુમલો કર્યો હતો.

જેમાં ગોપાલભાઈ, પોપટભાઈ, આલાભાઈ, રણછોડભાઈ,ભરતભાઈ,ડયલીબેન,ગીતાબેન, સાર્દુલભાઈને ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત નવઘણભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નવઘણભાઈ જીવાભાઈ લામકાએ હુમલો કરનાર અને ધમકી આપનાર શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આથી પોલીસે ટીટોડા ગામના ગોપાલભાઈ ભોટાભાઈ ભરવાડ, જાદવભાઇ હિન્દુભાઈ ભરવાડ, લખાભાઈ ભોટાભાઈ ભરવાડ,લાખાભાઈ ભોટાભાઈ ભરવાડ,પ્રભાતભાઈ કાળાભાઈ ભરવાડ,માંગાભાઈ મુળાભાઈ ભરવાડ,ભીમાભાઈ ભોટાભાઈ ભરવાડ,લાલાભાઈ લખાભાઈ ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.ડી.ચૌધરી ચલાવી રહ્યાં છે.