સુરેન્દ્રનગરઃ ઝઘડાની ફરીયાદને લઇ દલિત યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ક્લેક્ટર કચેરીમાં મંગળવારે એક દલિત યુવક કેરોસીન છાંટી ધસી આવતા નાસભાગ મચી હતી. આત્મવિલોપન કરવા આવેલા યુવકને કચેરીમાં સ્થિત પોલીસકર્મીએઓ રોકી અટકાયત કરી હતી. તો દલિત યુવકનો આરોપ છે પહેલા ક્લેક્ટર અને ત્યારબાદ DSP દ્વારા વાત સાંભળવાને બદલે ધક્કા ખવડાવવામાં આવે છે. એક તરફ સરકાર નબળા વર્ગો માટે કામ કરતી હોવાની
 
સુરેન્દ્રનગરઃ ઝઘડાની ફરીયાદને લઇ દલિત યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં ક્લેક્ટર કચેરીમાં મંગળવારે એક દલિત યુવક કેરોસીન છાંટી ધસી આવતા નાસભાગ મચી હતી. આત્મવિલોપન કરવા આવેલા યુવકને કચેરીમાં સ્થિત પોલીસકર્મીએઓ રોકી અટકાયત કરી હતી. તો દલિત યુવકનો આરોપ છે પહેલા ક્લેક્ટર અને ત્યારબાદ DSP દ્વારા વાત સાંભળવાને બદલે ધક્કા ખવડાવવામાં આવે છે. એક તરફ સરકાર નબળા વર્ગો માટે કામ કરતી હોવાની વાતો કરી રહી છે, તો બીજી બાજુ ન્યાય માટે ધક્કા ખાધા બાદ આત્મવિલોપન કરવાની સ્થિતિ બની રહી છે.

વઢવાણ તાલુકાના વડલા ગામે રહેતા દલિત પરિવારનો ગામના જ ઉપસરપંચ સાથે ઝઘડો થયો હતો. આ મામલે દલિત પરિવારમાંથી દેવજી રાઠોડે ઉપસરપંચ સામે ફરિયાદ લખાવી હતી, જો કે પોલીસે ફરિયાદ બાદ પણ કોઇ પગલા ન લીધા. ત્યારબાદ દેવજી રાઠોડ ક્લેકટર કચેરી પહોંચ્યો અને ક્લેકટરને વાત કરી પરંતુ ક્લેક્ટરે પણ ખો આપી સમગ્ર મામલે DSPને રજૂઆત કરવાની વાત કરી, બાદમાં દલિત યુવક DSPને મળવા પહોંચ્યો પરંતુ અહીં તેની વાત સાંભળવાનું દૂર પરંતુ તેને મળવાનો સમય જ આપવામાં આવ્યો નહીં. અગાઉ યુવકે ક્લેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી, જેના કારણે પહેલાથી જ ક્લેક્ટર ઓફિસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેરોસીન છાંટી કચેરીમાં આવેલા દેવજી રાઠોડની આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી.