સુરેન્દ્રનગર: કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત, પરિવારનો ગંભીર આક્ષેપ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં એક દર્દીના મોત બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે. વઢવાણ શહેરી વિસ્તારમાં ખારવાની પોળ પાસે એસબીઆઈ બેન્ક સામે રહેતાં ચંદ્રકાન્તભાઈ નટવરલાલ ધોળકીયા (ઉ.વ.૭૫)ને થોડા દિવસો પહેલા કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલમાં કાર્યરત કોવીડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પરિવારજનોના જણાવ્યા
 
સુરેન્દ્રનગર: કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત, પરિવારનો ગંભીર આક્ષેપ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં એક દર્દીના મોત બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે. વઢવાણ શહેરી વિસ્તારમાં ખારવાની પોળ પાસે એસબીઆઈ બેન્ક સામે રહેતાં ચંદ્રકાન્તભાઈ નટવરલાલ ધોળકીયા (ઉ.વ.૭૫)ને થોડા દિવસો પહેલા કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલમાં કાર્યરત કોવીડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓએ બપોર સુધી ટેલીફોનીક વાતચીત કરી હતી પરંતુ ત્યારબાદ વાતચીત દરમ્યાન કોરોના પોઝીટીવ દર્દીના અવાજમાં ફેરફાર તેમજ દબાતો હોવાનું જણાઈ આવ્યું હતું અને તેના થોડા કલાકોમાં જ કોરોના દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરી વિસ્તારમાં ખારવાની પોળ પાસે એસબીઆઈ બેન્ક સામે રહેતાં ચંદ્રકાન્તભાઈ નટવરલાલ ધોળકીયાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેનું હોસ્પિટલમાં મોત થયુ છે. આ બનાવની જાણ થતાં પરિવારજનો સહિત સગા-સબંધીઓ હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતાં અને કોવીડ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ઓકસીજન ન મળતાં મોત નીપજયું હોવાનું હોસ્પીટલના ડોકટર સહિત સ્ટાફ સામે આક્ષેપ કરી કોવીડ હોસ્પીટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પીટલમાં ડોકટર સહિત તંત્રની બેદરકારીના કારણે કોરોના પોઝીટીવ દર્દીને મોત નીપજયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે અને જિલ્લાની મુખ્ય કોવીડ હોસ્પીટલ સહિત તાલુકાઓમાં કાર્યરત કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધા અંગે તપાસ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.