સુરેન્દ્રનગર: આરોગ્ય અને જેલતંત્રની પૂર્વકાળજી, સબજેલમાં કોરોનાને નો-એન્ટ્રી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની સબજેલમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાતાં લોકોએ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. જીલ્લા આરોગ્ય અને જેલ તંત્રની પૂર્વકાળજીને કારણે સબજેલમાં કોરોના માટે જાણે નો-એન્ટ્રી હોય તેવું સ્પષ્ટ થયુ છે. જોકે આ અંગે હાઈકોર્ટ, આરોગ્ય વિભાગ એસઓપીએસની ગાઈડલાઈન તથા પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા સૂચના તથા વીડીયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપવામાં આવેલ
 
સુરેન્દ્રનગર: આરોગ્ય અને જેલતંત્રની પૂર્વકાળજી, સબજેલમાં કોરોનાને નો-એન્ટ્રી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની સબજેલમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાતાં લોકોએ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. જીલ્લા આરોગ્ય અને જેલ તંત્રની પૂર્વકાળજીને કારણે સબજેલમાં કોરોના માટે જાણે નો-એન્ટ્રી હોય તેવું સ્પષ્ટ થયુ છે. જોકે આ અંગે હાઈકોર્ટ, આરોગ્ય વિભાગ એસઓપીએસની ગાઈડલાઈન તથા પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા સૂચના તથા વીડીયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપવામાં આવેલ જેનું ચુસ્ત પણે પાલન કરવાના કારણે આજ દિન સુધી જેલ સ્ટાફ કે બંદીવાનમાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરની સબજેલમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જેલમાંથી બંદીવાન ભાઈ-બહેનોને નામદાર કોર્ટમાં રૂબરૂ રજૂ રખાવવાના બદલે વીડીયો કોન્ફરન્સ મારફતે રજૂ કરવામાં આવે છે. બંદીવાનોના સગા-સબંધીની રૂબરૂ મુલાકાત પણ બંધ કરી ટેલીફોન તથા વીડીયો કોલથી મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં સ્ટાફ તથા બંદીવાન ભાઈ-બહેનોની સલામતી માટે મુખ્ય દરવાજા બહાર સેનીટાઈઝર કેબીનમાંથી સેનીટાઈઝ થયા બાદ તમામને જેલમાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ અઠવાડિયામાં બે વાર મેડીકલ/પેરા મેડીકલ ટીમ દ્વારા તમામ કેદીઓના હેલ્થ સ્ક્રીનીંગ અને કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉંમરલાયક તથા બિમાર આરોપીઓને મેડીકલ ઓફીસરની ભલામણ મુજબ દુધ આપવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જેલમાં બંધ બંદીવાન ભાઈ-બહેનોની રોગપ્રતિકારક શકિત વધે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આયુષ ગાઈડ લાઈન હેઠળ દશમુલ પથ્યાદી કવાથના, કાળામરી, તજ, લવીંગ તથા આદુ, ફુદીનો તુલસીના પાનનો દેશી ઉકાળા/કાઢો તેમજ લીંબુ શરબત દરરોજ નિયમિત આપવામાં આવે છે. તેમજ મહિનામાં પાંચ દિવસ રાત્રે હળદર/ અજમાવાળું ગરમ દુધ તથા સમયાંતરે હોમિયોપેથી આર્સેથીક આલ્બમ ૩૦ના ડોઝ આપવામાં આવે છે. વધુમાં બંદીવાનોના આરોગ્યને ધ્યાને લઈ જેલની બેરેકોમાં લીમડાના પાન, ગુગળ તથા કપુરનો ધુમાડો કરી વાતાવરણમાં શુધ્ધીકરણ તથા નગરપાલિકા દ્વારા અવાર-નવાર ફોગીંગ અને સેનીટાઈઝ પણ કરવામાં આવે છે.

આ સાથે લમાં નવા દાખલ થતાં બંદીવાનોનો કોરોના ટેસ્ટ નેગેટીવ હોય તો જ જેલમાં દાખલ કરવામાં આવે છે. નવા કેદીઓને સર્કલ અન્ય કેદીઓ સાથે બંધી ન કરતા આઉટ સર્કલમાં આઈશોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે તેમજ સર્કલમાં ક્વોરન્ટાઈન વોર્ડમાં અલગ રાખવામાં આવે છે. જેમને ૧૪ કે ૨૧ દિવસ બાદ જ અન્ય બંદીવાનો સાથે રાખવામાં આવે છે જેના પરિણામે આજ દિન સુધી કેદીઓમાં કોરોના પોઝીટીવ નથી તેમ વધુમાં જણાવાયું છે.